શોધખોળ કરો
Advertisement
શાહિદ અને કિયારાની કેમેસ્ટ્રીએ જીત્યું ફેન્સનું દિલ, ફિલ્મ‘કબીર સિંહ’ને પ્રથમ દિવસે મળી જબરજસ્ત ઓપનિંગ
શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ કબીર સિંહ ને દર્શકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે શાહિદ કપૂરની અત્યાર સુધીની તમામ ફિલ્મોનો ઓપનિંગ રેકોર્ડ તોડી દીધો છે.
મુંબઈ: બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જબરજસ્ત ઓપનિંગ મેળી છે. ફિલ્મને દર્શકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે શાહિદ કપૂરની અત્યાર સુધીની તમામ ફિલ્મોનો ઓપનિંગ રેકોર્ડ તોડી દીધો છે.
કબીર સિંહ ફિલ્મે પ્રથમ દિવસે બૉક્સ ઓફિસ પર કુલ 20.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ શાનદાર ઓપનિંગ સાથે ફિલ્મ વર્ષ 2019માં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મમાં શાહિદ અને કિયારાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.
વર્ષ 2019માં સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મોની યાદીમાં શાહિદ કપૂરની ફિલ્મ ચોથા નંબરે છે. આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ ભારત ને સૌથી મોટી ઓપનિંગ મળી હતી. ફિલ્મે પ્રથમ દિવસે 42.30 કરોડની કમાણી કરી હતી. શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ કબીર સિંહ ભારતમાં 3132 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. જ્યારે ઓવરસીઝમાં આ ફિલ્મને 493 સ્ક્રીન્સ મળી છે. વર્લ્ડવાઈડ કુલ 3616 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.#KabirSingh is terrific on Day 1... Emerges Shahid Kapoor’s biggest opener [surpasses *Day 1* biz of #Padmaavat: ₹ 19 cr]... Biggest *non-holiday* opening day of 2019 [surpasses #TotalDhamaal: ₹ 16.50 cr]... Is a craze amongst the youth... Fri ₹ 20.21 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) June 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement