શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજુકમાર રાવ અને નુસરત ભરૂચાની ફિલ્મ 'છલાંગ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ
ફિલ્મ 'છલાંગ'ને અજય દેવગન લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ સોશિયલ કોમેડી ફિલ્મ ઉત્તર પ્રદેશના નાનકડાં ટાઉન પર આધારિત છે. 13 માર્ચે ફિલ્મ છલાંગ રિલીઝ થશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને એક્ટ્રેસ નુસરત ભરૂચાની આગામી ફિલ્મ છલાંગનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેતા રાજકુમાર રાવે સોશિયલ મીડિયામાં ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરીને કહ્યું, 'લમ્બી છલાંગ કે લિયે, લમ્બી નીંદ ઝરૂરી હૈં'. ફિલ્મ 'છલાંગ'ના પોસ્ટરમાં રાજકુમાર રાવ ઊંઘતો જોવા મળે છે. નુસરત ભરૂચા અને અન્ય છોકરીઓ ગુસ્સાથી જોઈ રહી છે.
રાજકુમાર રાવની ફિલ્મ છલાંગને હંસલ મેહતાને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સતિશ કૌશિક, સૌરભ શુક્લા તથા મોહમ્મદ ઝિશાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. હંસલ મહેતા અને રાજકુમાર રાવ આ પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મ 'છલાંગ'ને અજય દેવગન લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ સોશિયલ કોમેડી ફિલ્મ ઉત્તર પ્રદેશના નાનકડાં ટાઉન પર આધારિત છે. 13 માર્ચે ફિલ્મ છલાંગ રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion