શોધખોળ કરો
Advertisement
યૂપીના પૂર્વ CMની બાયોપિક ‘મે મુલાયમ સિંહ યાદવ’નું ટ્રેલર થયું રિલીઝ, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ
પૂર્વ CM મુલાયમ સિંહ યાદવના જીવન પર આધારિત ‘મે મુલાયમ સિંહ યાદવ’ નામની આ ફિલ્મનું ટ્રેલર આજે યૂટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ જલ્દીજ રિલીઝ થવા જઈ રહી છે. ‘મે મુલાયમ સિંહ યાદવ’ નામની આ ફિલ્મનું ટ્રેલર આજે યૂ ટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીજ થશે.
ફિલ્મમાં મુલાયમ સિંહ યાદવના એક સામાન્ય વ્યક્તિથી લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવ સુધીની સ્ટોરી દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં ડેબ્યૂ કરી રહેલો અમિત સેઠી મુલાયમ સિંહ યાદવનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં મિમોહ ચક્રવર્તી, ગોવિંદ નામદેવ, મુકેશ તિવારી, ઝરીના વહાબ અને સુપ્રિયા કાર્ણિક નજર આવશે. ફિલ્મનું નિર્દેશન સુવેંદુ રાજ કર્યું છે. સુપ્રિયા કાર્ણિક ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં નજર આવશે.
1967માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા બાદ પોતાના રાજકીય સફરમાં મુલાયમ સિંહ યાદવ ન માત્ર યૂપીની રાજનીતિ પરંતુ દેશના રાજકારણમાં પણ મોટું નામ બનીને ઉભર્યા. મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના ત્રણવાર મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ કેન્દ્રમાં પણ રક્ષામંત્રી જેવા મહત્વના પદ સંભાળી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion