Game Changer Release Date: રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ગેમ ચેન્જરની રિલીઝ ડેટ કન્ફર્મ, જાન્યુઆરી 2025માં થશે રિલીઝ
Game Changer: રામચરમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગેમ ચેન્જર'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
Game Changer Release Date: તેલુગુ સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ 'ગેમ ચેન્જર' વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. અભિનેતાએ તેની આગામી ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. એસ શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં કિયારા અડવાણી રામ ચરણ સાથે જોવા મળશે. ફિલ્મના પોસ્ટરોએ તેના વિશે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. હવે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ રામચરણે આ તસવીર શેર કરી હતી
તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં રામચરણે જાહેરાત કરી હતી કે તેણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ઇન્સ્ટાગ્રામ પર, અભિનેતાએ ફિલ્મના સેટ પર પ્રથમ દિવસ અને શૂટિંગના છેલ્લા દિવસની એક તસવીર પણ શેર કરી હતી. સાથે જ જાહેરાત કરી હતી કે તેણે ફિલ્મને પૂર્ણ કરી લીધી છે.
ગેમ ચેન્જર રીલીઝ તારીખ
આ એક રાજકીય ડ્રામા છે. 'ગેમ ચેન્જર' 10 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે.
View this post on Instagram
અભિનેતાએ ફિલ્મના સેટ પર પ્રથમ દિવસ અને શૂટિંગના છેલ્લા દિવસની એક તસવીર પણ શેર કરી હતી. સાથે જ જાહેરાત કરી હતી કે તેણે ફિલ્મને પૂર્ણ કરી લીધી છે.
ગેમ ચેન્જર સ્ટાર કાસ્ટ
તમને જણાવી દઈએ કે રામચરણ અને કિયારા અડવાણી સિવાય અંજલિ, એસજે સૂર્યા, જયરામ, સુનીલ, શ્રીકાંત, સમુતિરકાની અને નાસાર જેવા અન્ય કલાકારોએ પણ ગેમ ચેન્જરમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મમાં રામ ચરણ IAS ઓફિસર રામ મદનનું પાત્ર ભજવતા જોવા મળશે. જ્યારે કિયારા અડવાણીએ ફિલ્મમાં તેની લેડી લવની ભૂમિકા ભજવી છે, તે અન્ય સાથી IAS ઓફિસર પણ હશે.
આ ફિલ્મનું દિગ્દર્શન શંકર દ્વારા કરવામાં આવ્યું છે અને આ તેમની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ છે. ફિલ્મની પટકથા કાર્તિક સુબ્બારાજે લખી છે. થમને ફિલ્મનું સંગીત આપ્યું છે.
આ પણ વાંચો : એ.આર.રહેમાન પહેલા હિન્દુ હતો, પરંતુ આ કારણોસર અપનાવી લીધો મુસ્લિમ ધર્મ, ખુદ બતાવી કહાણી