એ.આર.રહેમાન પહેલા હિન્દુ હતો, પરંતુ આ કારણોસર અપનાવી લીધો મુસ્લિમ ધર્મ, ખુદ બતાવી કહાણી
A R Rahman Religion: નસરીન મુન્ની કબીરની એ.આર. રહેમાનઃ - એઆર રહેમાને ધ સ્પિરિટ ઓફ મ્યૂઝિકમાં કહ્યું- મારી માતા હિન્દુ ધર્મનું પાલન કરતી હતી
A R Rahman Religion: મ્યૂઝિક કમ્પૉઝર એઆર રહેમાન પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. લગ્નના 29 વર્ષ બાદ તેઓએ છૂટાછેડાની જાહેરાત કરી છે. એઆર રહેમાન પત્ની સાયરા બાનુથી અલગ થઈ ગયો છે. એઆર રહેમાન પોતાના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે 1980ના દાયકામાં મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. તેનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો, પરંતુ બાદમાં તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો.
2000માં બીબીસીના ટૉક શૉમાં તેણે કહ્યું કે તેણે મુસ્લિમ ધર્મ કેમ અપનાવ્યો. એઆર રહેમાને જણાવ્યું હતું કે, એક સૂફી હતો જેણે તેના અંતિમ દિવસોમાં તેના પિતાની સારવાર કરી હતી. એઆર રહેમાનના પિતા કેન્સર સામે લડી રહ્યા હતા. પાછળથી જ્યારે તે અને તેનો પરિવાર 7-8 વર્ષ પછી તે સૂફીને મળ્યો, ત્યારે તેણે બીજો ધર્મ અપનાવવાનું નક્કી કર્યું હતું.
કેમ અપનાવ્યો મુસ્લિમ ધર્મ ?
એઆર રહેમાને કહ્યું- એક સૂફી હતા જે મારા પિતાની તેમના અંતિમ દિવસોમાં સારવાર કરતા હતા. અમે તેને 7-8 વર્ષ પછી મળ્યા હતા. પછી અમે બીજો આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો જેનાથી અમને શાંતિ મળી હતી.
નસરીન મુન્ની કબીરની એ.આર. રહેમાનઃ - એઆર રહેમાને ધ સ્પિરિટ ઓફ મ્યૂઝિકમાં કહ્યું- મારી માતા હિન્દુ ધર્મનું પાલન કરતી હતી. તેમનો હંમેશા આધ્યાત્મિકતા તરફ ઝોક હતો. હબીબુલ્લા રૉડ પરના ઘર જ્યાં અમે મોટા થયા હતા તેની દિવાલો પર હિન્દુ ધાર્મિક ચિત્રો હતા. માતા મેરીએ ઇસુને તેના હાથમાં પકડી રાખેલું ચિત્ર અને મક્કા અને મદીનાના પવિત્ર સ્થળોનું ચિત્ર પણ હતું.
એઆર રહેમાનનું પહેલા નામ દિલીપ કુમાર હતું. પોતાનું નામ બદલવા અંગે તેણે કહ્યું હતું- સત્ય એ હતું કે મને મારું નામ ક્યારેય પસંદ નહોતું. મહાન અભિનેતા દિલીપ કુમાર માટે કોઈ અનાદર નથી, પરંતુ તે નામ મેં મારી જાતે જોયેલી છબી સાથે મેળ ખાતું નથી.
મ્યૂઝિશિયનને આવી રીતે મળ્યુ હતુ મુસ્લિમ નામ
એઆર રહેમાને જણાવ્યું હતું કે, તેમને એઆર રહેમાન નામ એક હિન્દુ જ્યોતિષના નામ પરથી પડ્યું હતું. તેના ધર્મ પરિવર્તન પહેલા, તેનો પરિવાર તેની નાની બહેનની કુંડળી લઈને જ્યોતિષ પાસે ગયો હતો, તેઓ તેના લગ્ન કરાવવા માંગતા હતા. તે સમયે જ્યારે રહેમાને તેનું નામ બદલવા વિશે પૂછ્યું ત્યારે જ્યોતિષીએ અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહીમ નામ સૂચવ્યા. એઆર રહેમાને કહ્યું, "તેણે અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહીમ નામ સૂચવ્યા. તેણે કહ્યું કે કોઈપણ નામ મારા માટે સારું રહેશે. મને રહેમાન નામ ગમ્યું. એક હિન્દુ જ્યોતિષી હતા જેમણે મને મારું મુસ્લિમ નામ આપ્યું.
આ પણ વાંચો
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક, અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો