રાજ કુન્દ્રા કેસમાં કઇ હૉટ એક્ટ્રેસનુ નામ ખુલ્યુ, પોર્ન ફિલ્મોમાં એક્ટ્રેસને કયો સીન કરાવવાનો હતો, જાણો વિગતે
રાજ કુન્દ્રા કેસ વિશે વાત કરતા એક ન્યૂઝ ચેનલમાં બતાવ્યુ કે રાજ કુન્દ્રા અને ઉમેશ કામતની વૉટ્સએપ ચેટમાં ફ્લોરા સૈની પાસે ગીત શૂટ કરાવવાની વાત થઇ રહી હતી.
મુંબઇઃ પોર્ન વીડિયો કેસમાં રાજ કુન્દ્રા 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે. જેમે જેમ કેસની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ આ કેસને લગતા નવા નવા નામોનો ખુલાસો થઇ રહ્યો છે. આ મામલામાં હવે એક નવુ નામ સામે આવ્યુ છે. આ બધાની વચ્ચે ગંદી બાત એક્ટ્રેસ ફ્લોરા સૈનીનુ નામ પણ સામે આવ્યુ છે, જે પછી ફ્લોરા સૈની ભડકી ઉઠી છે. આ કેસમાં તેનુ નામ ઉછાળવા પર તે ગુસ્સે ભરાઇ અને કહ્યું કે, લોકો પોર્ન સ્કેન્ડલમાં કોઇ મહિલાના નામનો મતલબ સમજે છે?
ખરેખરમાં રાજ કુન્દ્રા કેસ વિશે વાત કરતા એક ન્યૂઝ ચેનલમાં તેનુ નામ લેવામાં આવ્યુ હતુ, ચેનલમાં બતાવ્યુ કે રાજ કુન્દ્રા અને ઉમેશ કામતની વૉટ્સએપ ચેટમાં ફ્લોરા સૈની પાસે ગીત શૂટ કરાવવાની વાત થઇ રહી હતી. તે બાદ ફ્લોરા સૈનીએ પોતાની ભડાશ કાઢી છે. તેને એક વીડિયો શેર કરીને કહ્યું હતુ કે રાજ કે ઉમેશ સાથે તેની કોઇ વાત થઇ નથી. તેને આ વિશે બૉમ્બે ટાઇમ્સ સાથે પણ ખુલીને વાત કરી છે.
ફ્લોરા સૈનીએ કહ્યું કે, જો હું આ કેસમાં ચુપ રહીશ તો લોકોને લાગશે કે હું કંઇક છુપાવી રહી છુ. જો મારુ નામ કોઇ ચેટમાં ડિસ્કસ થઇ રહ્યું છે, એનો મતલબ એ તો નથી કે મને પણ આના વિશે ખબર હશે, કે હું આમા સામેલ હોઇશ. મને ખબર છે કે આમાં મારા સિવાય બીજી પણ કેટલીય એક્ટ્રેસીસનુ નામ લેવામાં આવ્યુ હશે કેમકે હું ફિલ્મી પરિવારમાંથી નથી, એટલા માટે મારુ નામ ઢસેડવામાં આવ્યુ છે. પરંતુ મને એકવાર પુછી લેવામાં આવ્યુ હોય તો સારુ, કેમકે આ લોકોને ખબર પડે કે પોર્ન સ્કેન્ડલમાં મહિલાનુ નામ ઢસેડવાનો અર્થ શું થાય છે.
ફ્લોરા સૈનીએ કહ્યું મેં એક વેબસીરીઝ ગંદી બાતમાં કામ કર્યુ છે, જેમાં મારો રૉલ એકદમ બૉલ્ડ હતો, તો શું લોકો સ્ત્રી, બેગમ જાન અને લક્ષ્મી જેવી મારી ફિલ્મો ભુલી ગયા. એટલા માટે આ વિવાદમાં મારુ નામ લેવા માં મારી સ્ક્રીન ઇમેજ સાથે કોઇ રિલેશન નથી. ફ્લોરા સૈનીએ કહ્યું કાસ્ટિંગ વાળા ઘણીવાર ફોન કરે છે, જે કહે છે આવી મૂવી બની રહી છે, હું નવા પ્લેટફોર્મ પર કામ નથી કરતી કેમકે તે થોડુ લૉ બજેટ હોય છે. હું કામ માટે મરી નથી જતી. મેં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખુબ કામ કર્યુ છે. મે ગંદી બાતમાં કામ એટલા માટે કર્યુ કેમકે તે મને ચેલેન્જિંગ લાગ્યુ, આ પછી મે કોઇ બૉલ્ડ સીરીઝમાં કામ નથી કર્યુ. દરેક એક્ટરની એક લીમીટ હોય છે. મને આવી પબ્લિસિટી નથી જોઇતી.