ફિલ્મમાં સંજય દત્તની ડ્રગ્સની લત, અંડરવર્લ્ડ સાથે કનેક્શન અને આર્મ્સ એક્ટ હેઠળ જેલમાં સજા કાપવાના સંઘર્ષને બતાવાયો છે. પરંતુ હવે રિલિઝના લગભગ 1 મહિના બાદ ફિલ્મ કાયદાકીય ગૂંચવણમાં ફસાય તેવું લાગે છે.
2/5
નવી દિલ્હીઃ ગેંગસ્ટર અબુ સલેમે ફિલ્મ સંજૂના મેકર્સને કાયદાકીય નોટિસ ફટકારી છે. અબુ સલેમે ફિલ્મમાં તેના વિશે ખોટી જાણકારી બતાવવાનો આરોવ લગાવ્યો છે. માટે તેણે મેકર્સને માફી માગવા કહ્યું છે.
3/5
સાલેમના વકીલનું કહેવું છે કે, તેણે ક્યારેય હથિયારો મોકલ્યા જ નથી. નોટિસમાં એમ પણ લખ્યું છે કે, અબૂ સાલેમ ક્યારેય સંજય દત્તને મળ્યો જ નથી. અબૂ સાલેમે નોટિસ મોકલી ફિલ્મમાંથી આ સીન હટાવવાની માગ કરી છે.
4/5
જણાવી દઈએ કે, મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ સંજય દત્ત સામે પણ કેસ ચાલ્યો હતો. અને દોષિત સંજય દત્તે આ મામલે જેલની સજા પણ ભોગવી છે. નોટિસમાં ફિલ્મના દ્રશ્યની ચર્ચા કરતા ઉલ્લેખવામાં આવ્યું છે કે, “ફિલ્મમાં એક દ્રશ્યમાં રણબીર કપૂર જણાવે છે કે, 1993માં દેશમાં થયેલા સાંપ્રદાયિક તોફાનને કારણે અબૂ સાલેમ પાસેથી હથિયારો લીધા હતા.”
5/5
નોટિસમાં લખ્યું છે કે, જો મેકર્સે 15 દિવસમાં માફીનામું જાહેર ન કર્યું તો અબુ સલેમ તરફતી તેની વિરૂદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવશે.