ઉલ્લેખનીય છે કે હિંદી અને તમિલ ફિલ્મોની અભિનેત્ર લીના મારિયા પોલ પર છેતરપિંડીનો આરોપ લાગી ચુક્યો છે. વર્ષ 2013માં તેને છેતરપિંડી કરવાના આરોપમાં બોયફ્રેન્ડ સાથે પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે તેને ત્રણ વર્ષની સજા પણ થઇ હતી.
2/4
પોલીસ અનુસાર આ ઘટના પાછળ કોઈ મોટી ગેંગ હોવાની આશંકા છે. કારણ કે બદમાશોનું આ રીતે જાહેરમાં ફાયરિંગ કરવું લોકો વચ્ચે દહેશત ફેલાવાનું છે. પોલીસનું કહેવું છે કે લીના મારિયા પોલને અગાઉ પણ ધમકી ભર્યા મેસેજ અને કોલ આવ્યા હતા, પરંતુ તેણે આ મામલે ક્યારેય ફરિયાદ કરી નથી.
3/4
કોચી: ફિલ્મ મદ્રાસ કેફે અને બિરયાની જેવી ફિલ્મોમા નજર આવી ચુકેલી એક્ટ્રેસ લીના મારિયા પૉલના બ્યૂટી પાર્લર પર શનિવારે બાઇક સવાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બપોરે અઢી વાગ્યાની આસપાસ બની હતી. કેટલાક બાઇક સવાર બદમાશોએ પનામપિલ્લી સ્થિત લીના મારિયા પોલના બ્યૂટી પાર્લર પર જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. જેને લઈને ઘટના સ્થળે અફરાતફરીનો મચી ગઈ હતી.
4/4
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જે વખતે ફાયરિંગ થયું ત્યારે બ્યૂટી પાર્લરમાં કેટલાક ગ્રાહકો હાજર હતા. પણ લીના ત્યારે શહેરથી દૂર તિરુવનંતપુરમમાં હતી. પ્રત્યક્ષદર્શી અનુસાર બપોરે બે બાઇક સવાર બદમાશો માસ્ક પહેરીને આવ્યા હતા અને બ્યૂટી પાર્લર બિલ્ડિંગ પર ફાયરિંગ શરું કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ બદમાશાએ રવિ પુજારીના નામની એક ચિઠ્ઠી પણ છોડી ગયા છે.