Gangubai Kathiawadi : આલિયા ભટ્ટની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ને મળ્યું UA સર્ટિફિકેટ, આ સીનને આ કારણે કરાયો કટ
ગંગુબાઈ કાઠિયાવાડીઃ આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને સેન્સર બોર્ડ દ્વારા UA સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને પણ ફિલ્મના કેટલાક સીન પર કટ લગાવ્યા છે.
ગંગુબાઈ કાઠિયાવાડીઃ આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને સેન્સર બોર્ડ દ્વારા UA સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને પણ ફિલ્મના કેટલાક સીન પર કટ લગાવ્યા છે. ફિલ્મમાં 4 ફેરફાર જેમાં 2 સીન પણ હટાવી દેવામાં આવ્યા છે. તેમજ બે ડાયલોગ પણ બદલવામાં આવ્યા છે.ફિલ્મની લંબાઈ માત્ર એક કે બે મિનિટ ઓછી કરવામાં આવી છે. ફિલ્મ 'ગંગુબાઈ'માં તે સીન પણ બદલવામાં આવ્યો છે જેમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ગંગુબાઈ પર ગુલાબ લગાવતા જોવા મળે છે.
ગંગુબાઇ કોણ હતી?
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈ હરજીવનદાસના વાસ્તવિક જીવન પર આધારિત છે. 'મુંબઈ માફિયા ક્વીન' પુસ્તકમાંથી લેવામાં આવેલ છે. ગંગુબાઈ કાઠિયાવાડીની એક સીધી સાદી છોકરી હોય છે. માત્ર તેની નસીબ સામે નહીં પરંતુ બધી જ વિકટ પરિસ્થિતિ સામે લડે છે અને સંજોગોને કારણે હાર માનતી નથી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ગંગુબાઈના જીવનના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યાં છે.
">
સંજય લીલા ભંસાલીની આ ફિલ્મના અનેક પોસ્ટર રિલીઝ થઇ ચૂક્યાં છે.
ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન અને વિજય રાઝ પણ મહત્વના રોલમાં છે. હાલમાં જ આ ફિલ્મના ઘણા પોસ્ટર રિલીઝ થઇ ચૂકયાં . આલિયા ભટ્ટનું પોસ્ટર સામે આવ્યું છે.પોસ્ટરમાં આલિયાના લુકને તેના ફેન્સની સાથે તેની માતા સોની રાઝદાન દ્વારા પણ વખાણ કરવામાં આવ્યો છે. સોની રાજદાએ પોસ્ટરની પશંસા કરતા તાલીઓ અને શુભકામનું ઇમોજી પોસ્ટ કર્યું છે. આલિયાએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. . ફિલ્મનું ટ્રેલર શુક્રવારે 4 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવ્યું હતું, ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો છે.