શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાની તબિયત લથડી, જાણો શું છે ગંભીર તકલીફ ? પ્રાર્થના કરવા પુત્ર હિતુની લોકોને અપીલ
બુધવારે જ નરેશ કનોડિયાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ગુરૂવારે સવારે તેમની તબીયત અચાનક લથડી હતી.
અમદાવાદઃ કોરોનાનો ભોગ બનેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાની તબિયત લથડતાં તેમના પુત્ર અને ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ લોકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી અપીલ કરી છે. છે. કોરોનાથી સંક્રમિત નરેશ કનોડિયાને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. કોરોનાને લીધે ફેફસામાં ઇન્ફેશન વધતાં કનોડિયાને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા છે અને તેમની તબિયત બગડી છે.
ગુજરાતી ફિલ્મ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા બે દિવસ પહેલાં કોરોનાથી સંક્રમિત થતાં તેમને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટમાં દાખલ કરાયાં છે. બુધવારે જ નરેશ કનોડિયાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ગુરૂવારે સવારે તેમની તબીયત અચાનક લથડી હતી. ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું કે, ઓક્સિજનનું પ્રમાણ ઓછુ થતાં તેમને વેન્ટિલેટર પર મૂકાયા છે. ફેફસામાં ઇન્ફેકશન વધુ થયું છે જેના લીધે ડોક્ટરો તમામ વિકલ્પો અજમાવીને સારવાર કરી રહ્યાં છે. હિતુ કનોડિયાએ #prayfornareshkanodia હેશ ટેગ દ્વાર લોકોને નરેશ કનોડિયા માટે પ્રાર્થના કરવી વિનંતી કરી છે.#prayfornareshkanodia pic.twitter.com/ZUkc6tm2fk
— hitu kanodia (@hitukanodia) October 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement