શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Happy Birthday Sidhu Moose Wala: ઇલેક્ટ્રિક એન્જિનીયર શુભદીપ આ રીતે બન્યો ગાયક સિદ્ધુ મુસેવાલા, જાણો લાઇફ ફેક્ટ્સ

સિદ્ધુ મુસેવાલાના કરિયરની વાત કરીએ તો ગાયકે તેની કારકિર્દીની શરૂઆત ગીતો લખીને કરી હતી, પરંતુ ગાયનથી રાજકારણ સુધીની તેની સફર તેને આગળ લઈ ગઈ

Happy Birthday Sidhu Moose Wala: આજે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાનો જન્મદિવસ છે. આજે તેના મૃત્યુને એક વર્ષ અને બે અઠવાડિયા થયા છે. આજે પોતાના દીકરાના જન્મદિવસ પર તેની માતાનું દુઃખ આંખોમાં આંસુમાં દેખાઇ રહ્યું છે. જન્મદિવસ પર ચરણ કૌરે પોતાના પુત્ર સિદ્ધુ માટે સોશ્યલ મીડિયા પર એક ઈમૉશનલ પોસ્ટ કરી છે.

સિદ્ધુ મુસેવાલાનું જીવન કેવુ રહ્યું -
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું એ દરેક કલાપ્રેમીનું મોટું સપનું હોય છે. આ માર્ગ પર ચાલવું દરેક માટે આસાન નથી હોતું પરંતુ કેટલાક લોકો પોતાના સંઘર્ષથી આ માર્ગ પર ના માત્ર ચાલતા હોય છે પરંતુ પોતાની એક અલગ ઓળખ પણ બનાવે છે. આજના આર્ટીકલમાં અમે તમને પંજાબી ઈન્ડસ્ટ્રીના એ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પોતાના અવાજથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ શુભદીપ સિંહ સિદ્ધુ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલા વિશે. તે બહુ ઓછા લોકો જાણે છે. સિદ્ધુ મુસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ છે. આજે સિદ્ધુ મુસેવાલાનો જન્મદિવસ છે. સિંગરનો જન્મ 11 જૂન 1993ના દિવસે માણસાના મુસા ગામમાં ભોલા સિંહ અને ચરણ કૌરને ત્યાં થયો હતો. કહેવાય છે કે સિદ્ધુ મુસેવાલાને નાનપણથી જ ગાવાનો શોખ હતો અને તે મોટા થઈને સફળ ગાયક બનવા માંગતો હતો. તેથી જ તેને પોતાનું તમામ ધ્યાન તેની ગાયકી પર કેન્દ્રિત કર્યું.

સિદ્ધુ મુસેવાલાની કેરિયર - 
સિદ્ધુ મુસેવાલાના કરિયરની વાત કરીએ તો ગાયકે તેની કારકિર્દીની શરૂઆત ગીતો લખીને કરી હતી, પરંતુ ગાયનથી રાજકારણ સુધીની તેની સફર તેને આગળ લઈ ગઈ. પોતાની ગાયકીના જોરે સિદ્ધુએ માત્ર 29 વર્ષની ઉંમરમાં જ યુવાનોને પોતાના દિવાના બનાવી દીધા હતા. લોકો તેને યુવા દિલની ધડકન પણ કહેવા લાગ્યા હતા. આજે પણ એવું ન થઈ શકે કે કોઈ પાર્ટી કે લગ્નમાં સિદ્ધુના ગીતો ન વગાડવામાં આવે.

સિદ્ધુ મુસેવાલાનો સ્કૂલનો અભ્યાસ - 
સિદ્ધુના સ્કૂલિંગ વિશે વાત કરીએ તો સિંગરે ગામની સરકારી સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂરું કર્યું. બાદમાં તેણે ગુરુ નાનક દેવ એન્જિનિયરિંગ કોલેજ લુધિયાણામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. સિંગિંગમાં સફળ થયા બાદ સિદ્ધુએ રાજકારણમાં આવવાનું વિચાર્યું અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. જોકે, ગાયકીની જેમ તેઓ રાજકારણમાં સફળ ન થઈ શક્યા અને ચૂંટણી હારી ગયા.

ઉલ્લેખનીય છે કે, પંજાબી ઈન્ડસ્ટ્રીના ઉભરતા સ્ટાર પર કોઈની નજર પડી અને 30 મે, 2022ના રોજ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. હુમલાખોરોએ તેની થાર જીપ પર 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં મુસેવાલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગાયક ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતોએ તેમને આજે પણ અમર કરી દીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget