શોધખોળ કરો
અભિનેત્રી હેમા માલિનીએ ડાંસ એકેડમી માટે નથી લીધી જમીન: મહારાષ્ટ્ર સરકાર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યુ કે અભિનેત્રી હેમા માલિનીને ડાંસ એકેડમી ખોલવા માટે આપવામાં આવેલી જમીન લેવાની ના પાડી દિધી છે. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે દાવો કર્યો હતો કે અભિનેત્રીને ડાંસ એકેડમી ખોલવા માટે ખૂબ જ નજીવા ભાવે જમીન આપવામાં આવી છે. સરકારની વાત પર ધ્યાન આપતા મુખ્ય ન્યાયધીશ મંજુલા ચેલ્લૂરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જમીનને લઈને કરવામા આવેલી અરજીને ખારીજ કરી છે. પૂર્વ પત્રકાર કેતન તીરોડકરની અરજી પર સુનવણી કરતા પીઠે કહ્યું કે સરકારી વકિલ પ્રિયભૂષણ કાકડેના નિવેદનને જોતા આ અરજીમાં કઈ નથી. પરંતુ ન્યાયધીશોએ અરજી પર છુટ આપી છે કે ભવિષ્યમાં જમીન સંબંધિત કોઈપણ નવી વાત મળશે તો તે પાછી અરજી કરી શકે છે.
વધુ વાંચો





















