શોધખોળ કરો
Advertisement
સાનિયા મિર્ઝાએ આ રીતે 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, જુઓ Video
સાનિયાએ વજન ઓછું કરવા માટે સખત મેહનત કરી છે. તેણે કેટલાક હલકા કાર્ડિયોની સાથે શરૂઆત કરી.
નવી દિલ્હીઃ હાલમાં જ કોર્ટ પર વાપસી કરનાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ માતા બન્યા બાદ ચાર મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું છે. સાનિયાએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીર પોસ્ટ કરી છે, જેના માધ્યમથી તેણે કહેવા માગે છે કે તે લગભગ બે વર્ષ સુધી ટેનિસથી દૂર રહ્યા બાદ તેની શારીરિક સ્થિતિ શું હતી અને હવે કેવી છે.
સાનિયાએ તસવીર પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું, “89 કિલોની સામે 63. આપણાં બધાનો એક ગોલ હોય છે. દરરોજનો ટાર્ગેટ અને લાંબાગાળાનો ટાર્ગેટ...આપણે આ બધા પર ગર્વ કરવો જોઈએ. મને સ્વસ્થ થવા અને બાળક થયા બાદ ફિટ થવા માટે 4 મહિના લાગી ગયા. એવું લાગે છે કે વાપસી કરવા અને ફિટનેસ મેળવવા માટે આટલા મોટા સ્તરે સ્પર્ધામાં સામેલ થવા માટે લાંબો સમય લાગ્યો. પોતાના સપનાનો પીછો કરો. પછી કોઈ ફેર નથી પડતો કે કેટલા લોકો તમને કહે છે, તમે નથી કરી શકતા, કારણ કે ઉપરવાળો જ જાણે છે કે આસપાસ ન જાણે એવા કેટલા લોકો છે. જો હું કરી શકું તો કોઈપણ કરી શકે છે.”
સાનિયા મિર્ઝાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તેની તસવીર પર ખૂબ લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. લોકો કમેન્ટ કરી તેની મેહનતના ખૂબ વખાણ કરીરહ્યાછે. સાથે જ તેને પોતાના આદર્શ ગણાવી રહ્યા છે. સાનિયાએ વજન ઓછું કરવા માટે સખત મેહનત કરી છે. તેણે કેટલાક હલકા કાર્ડિયોની સાથે શરૂઆત કરી. વજન ઓછું કરવા દરમિયાન તે દૃઢ નિશ્ચયી રહી અને પોતાનું વજન ઘટાડવાની સફરને પણ ન છોડી. પોતાની સખત વર્કઆઉટ રૂટીન સાથે, સાનિયાએ એક સ્વસ્થ અને સંતુલિત આહાર લીધો. ત્રણ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયાએ જાન્યુઆરીમાં હોબાર્ટ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતતા ઇન્ટરનેશનલ સર્કિટમાં વાપસી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement