શોધખોળ કરો
36 વર્ષની આ એક્ટ્રેસ થઇ બીજીવાર પ્રેગનન્ટ, ઇન્સ્ટા પર તસવીર શેર કરીને બતાવ્યો બેબી બમ્પ
36 વર્ષીય એક્ટ્રેસ એની હેથવેએ એક્ટર એડમ શલમેન સાથે લગ્ન કર્યા છે, દંપતિએ 2016માં એક પુત્રને જન્મ આપ્યો હતો. હવે બીજીવાર પ્રેગનન્સીના સફરમાંથી ગુજરી રહી છે

નવી દિલ્હીઃ હૉલીવુડ એક્ટ્રેસ એની હેથવે (Anne Hathaway)એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીર પ્રેગનન્સીની છે. પોતે માતા બનવાની હોવાને લઇને આ તસવીર શેર કરી છે. એક્ટ્રેસ એની હેથવે પોતે બીજીવાર ગર્ભવતી હોવાનો ખુલોસ કરતાં બેબી બમ્પવાળી તસવીર શેર કરી છે. સેલ્ફીના કેપ્શનમાં લખ્યુ છે કે, 'આ કોઇ ફિલ્મ માટે નથી.... હૈશટેગ 2.'
અભિનેત્રીએ આગળ લખ્યું કે 'મજાકથી દુર, તે બધા માટે જે વાંઝિયાપણું ભોગવી રહ્યાં છે, તેમને બતાવવા માંગુ છુ કે મારી બન્ને ગર્ભાવસ્થાઓમાં ગર્ભધારણ કરવો મારા માટે આસાન ન હતો. તમારા બધા માટે ખુબ ખુબ પ્રેમ છે.'
અભિનેત્રીએ આગળ લખ્યું કે 'મજાકથી દુર, તે બધા માટે જે વાંઝિયાપણું ભોગવી રહ્યાં છે, તેમને બતાવવા માંગુ છુ કે મારી બન્ને ગર્ભાવસ્થાઓમાં ગર્ભધારણ કરવો મારા માટે આસાન ન હતો. તમારા બધા માટે ખુબ ખુબ પ્રેમ છે.' 36 વર્ષીય એક્ટ્રેસ એની હેથવેએ એક્ટર એડમ શલમેન સાથે લગ્ન કર્યા છે, દંપતિએ 2016માં એક પુત્રને જન્મ આપ્યો હતો. હવે બીજીવાર પ્રેગનન્સીના સફરમાંથી ગુજરી રહી છે.
વધુ વાંચો





















