Pranitha Subhash: હંગામા 2ની આ એક્ટ્રેસ છે પ્રેગ્નન્ટ, પતિ સાથે રોમાંટિંક અંદાજમાં આ રીતે આપી ખુશખબરી
Pranitha Subhash News: પ્રણિતા સુભાષે તેના પતિ નીતિન રાજુના 34માં જન્મદિવસ પર આ ખુશખબર આપી હતી. તસવીરો શેર કરતાં તેણે લખ્યું- મારા પતિના જન્મદિવસ પર એન્જલ્સે અમને ગિફ્ટ આપી છે.
Pranitha Subhash Pregnancy: બોલિવૂડ ફિલ્મ 'હંગામા 2'માં કામ કરી ચુકેલી સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ પ્રેગ્નન્ટ છે. પ્રણિતાએ પોતે આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી છે. પ્રણિતાએ તેના પતિ નીતિન રાજુ સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા શેર કરતા આ વિશે માહિતી આપી હતી. તસવીરોમાં પ્રણિતાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે. પ્રણિતાના પ્રેગ્નન્સીના સમાચાર આવતા જ ચાહકો તેને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.
પતિના 34માં બર્થ ડે પર આપી ખુશખબર
પ્રણિતા સુભાષે તેના પતિ નીતિન રાજુના 34માં જન્મદિવસ પર આ ખુશખબર આપી હતી. તસવીરો શેર કરતાં તેણે લખ્યું- મારા પતિના જન્મદિવસ પર એન્જલ્સે અમને ગિફ્ટ આપી છે. પ્રણિતાની પોસ્ટ પર લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.
જ્યારે એક ફોટોમાં પ્રણિતા સુભાષ તેના પતિના ખોળામાં બેસીને તેનો સોનોગ્રાફી રિપોર્ટ બતાવી રહી છે, તો બીજા ફોટોમાં તે પ્રેગ્નન્સી કીટની ડબલ લાઇન બતાવીને સારા સમાચાર આપી રહી છે. અન્ય એક ફોટોમાં તેનો પતિ નિતિન પણ પ્રેગ્નન્સી કિટ પકડેલો જોવા મળી રહ્યો છે.
આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રણિતા સુભાષે કહ્યું હતું કે તેની પ્રેગ્નન્સીનો પ્રથમ ત્રિમાસિક પૂર્ણ થઈ ગયો છે, પરંતુ તેમ છતાં તે તેની ડિલિવરીની તારીખને લઈને થોડી મૂંઝવણમાં છે. પ્રણિતાનું આ પહેલું બાળક હોવાથી આખો પરિવાર તેની ખૂબ કાળજી લઈ રહ્યો છે.
11 મહિના પહેલા જ થયા હતા લગ્ન
પ્રણિતા સુભાષે 30 મે, 2021ના રોજ કોરોનાના બીજા મોજા દરમિયાન બિઝનેસમેન નીતિન રાજુ સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. લોકડાઉનને કારણે આ લગ્નમાં વધારે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બંને પરિવારોમાંથી માત્ર થોડાક જ લોકોએ હાજરી આપી હતી.
કોરોનાની પ્રથમ લહેરમાં અભિનેત્રીએ લોકોની કરી હતી મદદ
કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પ્રણિતા સુભાષે જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરી. આ દરમિયાન અભિનેત્રીએ 21 દિવસમાં લગભગ 75 હજાર લોકોને ભોજન કરાવ્યું હતું. પ્રણિતાએ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે જાતે રસોઈ કરતી જોવા મળી હતી.
કેવી છે પ્રણિતાની ફિલ્મી કરિયર
પ્રણિતા સુભાષે 2010માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ 'પોર્કી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે શિલ્પા શેટ્ટી સાથે હંગામા 2 સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. પ્રણિતા સુભાષે અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં પણ કામ કર્યું છે. પ્રણિતા સુભાષની ફિલ્મી કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણીએ અત્યાર સુધીમાં બાવા, શગુની, મિસ્ટર 420, ઉદયન, જરાસંધ, અટારીનીકી દરેડી, અંગારકા, વ્હિસલ, બ્રહ્મોત્સવમ, જગ્ગુ દાદા, બ્રહ્મા, માસ, ડાયનામાઈટ, માસ લીડર, હેલો ગુરુ જેવી ભૂમિકાઓ ભજવી છે. પ્રેમા કોસામે, એનટીઆર કથાનેકુડુ, હંગામા 2, ભુજ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
(તમામ તસવીર સૌજન્યઃ પ્રણિતા સુભાષ ઈન્સ્ટાગ્રામ)