શોધખોળ કરો
આ જાણીતી એક્ટ્રેસનું થયું નિધન, ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે નામ, જાણો વિગત
ટોલીવુડની જાણીતી અભિનેત્રી અને ડાયરેક્ટર વિજયા નિર્મલાનું 73 વર્ષની વયે નિધન થયું છે. 20 જાન્યુઆરી,1946ના રોજ જન્મેલી એક્ટ્રેસ 44 તેલુગુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

હૈદરાબાદઃ ટોલીવુડની જાણીતી અભિનેત્રી અને ડાયરેક્ટર વિજયા નિર્મલાનું 73 વર્ષની વયે નિધન થયું છે. 20 જાન્યુઆરી,1946ના રોજ જન્મેલી એક્ટ્રેસ 44 તેલુગુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. 2008માં તેલુગુ સિનેમાના પુરસ્કાર રઘુપીઠ વેંકૈયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિજયા નિર્મલાએ માત્ર 7 વર્ષની ઉંમરથી જ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વિજ્યાએ ઈંગા વીત્તૂ પેને, પનામા પાસામા, એ એનમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સાક્ષી ફિલ્મના સેટ પર તેની મુલાકાત એક્ટર કૃષ્ણા સાથે થઈ હતી. જેની સાથે તેણે બીજા લગ્ન કર્યા હતા. બંનેએ આશરે 47 ફિલ્મોમાં કામ કર્યું. વિજય નિર્મલાએ મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાની આશરે 200 ફિલ્મોમાં કામ કર્યું. નાના પડદા પર પણ તેણે હાથ અજમાવ્યો હતો.
બોલીવુડની આ હોટ એક્ટ્રેસનું BF સાથે થયું બ્રેકઅપ ? ઈન્સ્ટા પર કર્યા અનફોલો વર્લ્ડકપઃ આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, જાણો કેવું રહેશે હવામાન અને કેટલા વાગે થશે ટોસVeteran Tollywood actor-director Vijaya Nirmala passed away today in Hyderabad. She was 73 pic.twitter.com/zTS3U1ipT9
— ANI (@ANI) June 27, 2019
વધુ વાંચો





















