નવી દિલ્હીઃ રિયાલીટી શો બિગ બોસ-12 શરૂ થવાને આડે હવે થોડા જ દિવસ બાકી છે. દર વર્ષેની જેમ જ આ વર્ષે પણ થનારા આ શોમાં અનેક કન્ટેસ્ન્ટન્ટ ભાગ લઈ રહ્યા છે. પરંતુ તેની વચ્ચે મીડિયા અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ શોમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંસત પણ ભાગ લઈ શકે છે. એસ શ્રીસંત 2013માં આઈપીએલ ફિક્સિંગ પછી પ્રતિબંધ ભોગવી રહ્યો છે.
2/4
વર્ષ 2017માં શ્રીસંસતે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી હતી તેણે ઝરીન ખાન સાથે અક્સર-2 ફિલ્મમાં એક વકીલની ભૂમિકા ભજવી હતી. તેણે રાજનીતિમાં પણ ઝંપલાવ્યું હતું. 2016માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને તિરુવનંતપુરમથી ચૂંટણી પણ લડ્યા હતા.
3/4
શ્રીસંતનો રિયાલિટી શો સાથે જુનો નાતો છે. તે એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ પણ લઈ ચૂક્યો છે. સાથે તે મલયાલમ ફિલ્મ ટીમ-5માં પણ કામ કરી ચૂક્યો છે. હાલમાં જ શ્રીસંતે ગજબની બોડી બનાવી છે. આ બોડી તેણે પોતાની આવનારી ફિલ્મ કન્નડ ફિલ્મ ‘કેમ્પેગોડા -2’માટે બનાવી છે.
4/4
સ્પોટ ફિક્સિંગ મામલામાં શ્રીસંતને મે 2013માં દિલ્હીની તિહાડ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે ફિક્સિંગના આરોપમાં 2013માં મુંબઈથી શ્રીસંત અને તેના સાથી ખેલાડીઓ અજીત ચાંદીલા અને અંકિત ચવ્હાણની પણ ધરપકડ કરી હતી. સ્પોટ ફિક્સિંગ મામલે બીસીસીઆઈની અનુશાસન સમિતિએ શ્રીસંતને દોષિત ગણી આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.