Year Ender 2025:એલિમનીને લઇને મચી બબાલ, 2025માં આ સેલેબ્સના ડિવોર્સ રહ્યાં ચર્ચિત
Famous Diavorce in India: 2025 ના સૌથી મોંઘા છૂટાછેડા કયા છે? અહીં એવા સંબંધો પર એક નજર કરીએ, જે આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહ્યાં અને કરોડોમાં એલિમની મેળવી

Famous Diavorce in India:2025નો અંત આવી રહ્યો છે. આ વર્ષ દરેક માટે અલગ અલગ અનુભવો લઈને આવ્યું. કેટલાકને તેમના સ્વપ્નની નોકરી મળી, જ્યારે કેટલાક પ્રિયજનોથી અલગ થઈ ગયા. આ ડિજિટલ યુગમાં, ઘણી સેલિબ્રિટીઓએ તેમના લગ્ન તોડીને આગળ વધવાનું નક્કી કર્યું. પરંતુ શું તમે જાણો છો કે, વર્ષનો સૌથી મોંઘો છૂટાછેડા કયા હતા? જો નહીં, તો ચાલો તમને જણાવીએ.
2025 સૌથી મોંઘા ડિવોર્સ
આ વર્ષે, જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હતું, તો તે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હતા. તેમણે ડાન્સર અને ડૉક્ટર ધનશ્રી વર્માને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો. બંનેએ 2020 માં લગ્ન કર્યા. ફેન્સ આ કપલને બહુ લાઇક કરતા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા પણ કરી. તેમના સંબંધોમાં તિરાડ માત્ર બે વર્ષ પછી શરૂ થઈ ગઇ હતી.. ઘણા અહેવાલો દાવો કરે છે કે, તેઓ 2022 માં અલગ રહેવા લાગ્યા. અંતે, તેઓએ 2025 માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા. યુઝવેન્દ્ર જ્યારે બી યોર ઓન સુગર ડેડી પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરીને કોર્ટમાં પહોંચ્યો ત્યારે આ બાબત વધુ ચર્ચામાં આવી.
એલિમનીને લઇને ટ્રોલ થઇ ધનશ્રી
ધનશ્રી વર્માએ તેની ભરણપોષણની રકમના કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટના નિર્ણય બાદ યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને ₹4 કરોડથી વધુ ભરણપોષણ ચૂકવ્યું હતું. આ રકમના કારણે 2025ના દેશના સૌથી મોંઘા છૂટાછેડા રહ્યાં. તેમના ઘરની ચાર દિવાલોની અંદર શરૂ થયેલો વિવાદ, શેરીઓ સુધી પહોંચ્યો હતો. અસંખ્ય ઇન્ટરવ્યુમાં એકબીજા પર આરોપો લગાવવામાં આવ્યા. છૂટાછેડા પછી, ચહલે ખુલાસો કર્યો કે, તે Anxiety Attacksથી પીડાઈ રહ્યો હતો. તેના મિત્રો અને પરિવારે આ તબક્કામાં તેને ટેકો આપ્યો. વધુમાં, ધનશ્રીએ તેના ભૂતપૂર્વ પતિ પર તેની છબી ખરડવાનો આરોપ લગાવ્યો.
સૌથી વધુ પૂછાતા પ્રશ્નો
વિશ્વમાં સૌથી મોંઘા છૂટાછેડા કોના છે?
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે 2019 માં મેકેન્ઝી સ્કોટને છૂટાછેડા આપ્યા હતા, જેમાં આશરે 30-40 અબજ યુએસ ડોલર (આશરે રૂ. 3 લાખ કરોડ) ચૂકવ્યા હતા, જે તેને અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા બનાવે છે.
ઋતિક રોશનના છૂટાછેડામાં કેટલા કરોડનો ખર્ચ થયો હતો?
અભિનેતા ઋતિક રોશનને ભારતમાં સૌથી મોંઘા છૂટાછેડા આપનાર માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુઝાન ખાનથી અલગ થયા ત્યારે તેમણે સમાધાન તરીકે રૂ. 380 કરોડ ચૂકવ્યા હતા.
ભારતમાં છૂટાછેડાનો દર કેટલો છે?
યુએસ અને યુરોપિયન દેશોની તુલનામાં, ભારતમાં છૂટાછેડાનો દર આશરે 1% છે.





















