શોધખોળ કરો
Advertisement
નેહા કકક્ડે આદિત્યને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ યુવતી સાથે આ વર્ષે કરશે લગ્ન.....
ઇન્ડિયન આઇટલ 11ની જજ નેહા કક્કડનું કહેવું છે કે, આદિત્ય નારાયણ આ વર્ષે પોતાની ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ છેલ્લાં ઘણાં સપ્તાહથી ઇન્ડિયન આઈડલ 11ના સેટ પર નેહા કક્કડ અને આદિત્ય નારાયણ પોતાના લગ્નનું નાટક કરતાં જોવા મળ્યા છે. પરંતુ આ સ્ટંટ માત્ર શોની ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યો હતો. બન્ને લગ્ન કરશે એ વાત માત્ર અફવા સાબિત થઈ છે. લોકોને પણ ખબર પડી રહી હતી કે આ બધું ખોટું છે. પરંતુ હવે નેહા કક્કડે આદિત્ય નારાયણને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. નેહાએ કહ્યું કે, આદિત્ય નારાયણ અસલમાં ક્યારે અને કોની સાથે લગ્ન કરશે.
ઇન્ડિયન આઇટલ 11ની જજ નેહા કક્કડનું કહેવું છે કે, આદિત્ય નારાયણ આ વર્ષે પોતાની ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં નેહાએ કહ્યું કે, આદિત્ય, એક સારી વ્યક્તિ છે. તેનું દિલ સોના જેવું છે અને મને એ વાતની ખુશી છે કે મારો ખાસ મિત્ર આદિત્ય આ વર્ષે લગ્ન કરવાનો છે. તે પોતાની રિયલ ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરશે. હું તેના માટે પ્રાર્થના કરું છું કે તેને ખૂબ ખુશીઓ મળે અને બન્નેનો સાથ હંમેશા રહે.
આ પહેલા અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આદિત્ય નારાયણે રિયાલિટી શો પર પોતાની અને નેહા કક્કડના લગ્નના અહેવાલો ફેક કહ્યા હતા. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે આ બંને વચ્ચેનું ફ્લર્ટિંગ શોના પ્રમોશન માટે હતું.
આ ઉપરાંત નેહા કક્કડ એક મ્યૂઝિક વીડિયોમાં આદિત્યની સાથે રોમાન્સ કરતી પણ જોવા મળી હતી. પરંતુ હવે તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે આ બંને વચ્ચે કંઈ રંધાઈ નથી રહ્યું પરંતુ માત્ર મિત્રતાનો જ સંબંધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion