શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirusનો ખૌફઃ IIFA Awardsનું આયોજન ટળ્યું, ભોપાલ ઇન્દોરમાં યોજાવાનો હતો એવોર્ડ
આઈફા એવોર્ડ્સમાં આ વખતે શાહરૂ ખાન, રિતિક રોશન, જેકલીન ફર્નાન્ડીસ, કરીના કપૂર, કેટરીના કૈફ, કાર્તિક આર્યન જેવા તમામ મોટા સ્ટાર પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા.
![Coronavirusનો ખૌફઃ IIFA Awardsનું આયોજન ટળ્યું, ભોપાલ ઇન્દોરમાં યોજાવાનો હતો એવોર્ડ indore bhopal coronavirus alert iifa award canceled in madhya pradesh due to coronavirus Coronavirusનો ખૌફઃ IIFA Awardsનું આયોજન ટળ્યું, ભોપાલ ઇન્દોરમાં યોજાવાનો હતો એવોર્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/06195407/iifa.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે મધ્ય પ્રદેશના ઇન્દોર અને ભોપાલમાં થનાર આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (આઈફી એવોર્ડ્સ)નું આયોજન ટાળવામાં આવ્યું છે. આઈફા એવોર્ડ્સ 19-20 અને 21 માર્ચના રોજ થવાના હતા. આઈફા એવોર્ડ ભારતીય સિને જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગમાય છે. આ બીજી વખત આઈફા એવોર્ડ્સનું આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યું છે.
બોલિવૂડના મોટા સ્ટારથી સજ્જ અને છેલ્લા 20 વર્ષથી અનેક દેશોમાં યાત્રા કર્યા બાદ આ વખતે ઇન્દોરમાં થનાર આઈફા એવોર્ડ્સને સલમાન ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરવાના હતા. આઈફા એવોર્ડ્સમાં આ વખતે શાહરૂ ખાન, રિતિક રોશન, જેકલીન ફર્નાન્ડીસ, કરીના કપૂર, કેટરીના કૈફ, કાર્તિક આર્યન જેવા તમામ મોટા સ્ટાર પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા.
પ્રથમ દિવસનું આયોજન ભોપાલમાં આઈફા સ્ટોર્મના નામથી થવાનું હતું. બીજા અને ત્રીજા દિવસનો કાર્યક્રમ ઇન્દોરમાં થવાનો હતો. બીજા દિવસે સંગીત અને ત્રીજા દિવસે અલગ અલગ કેટગરીમાં એવોર્ડ આપવાના હતા. એમપીમાં થનાર આઈફા એવોર્ડ સમારોહનું પ્રસારણ વિશ્વના 90 દેશમાં કરવામાં આવવાનું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)