શોધખોળ કરો

RRR: નથી અટકી રહ્યો 'RRR'નો ક્રેઝ, અમેરિકામાં રી-રિલિઝ બાદ ફિલ્મ હાઉસફુલ

RRR Gets Housefull Re-release In US: ઓસ્કાર 2023 પહેલા ટીમ 'RRR' અમેરિકામાં ફિલ્મનું જોરદાર પ્રચાર કરી રહી છે. ફિલ્મના સ્ક્રિનિંગમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી.

RRR Gets Housefull Re-release In US: એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' માર્ચ 2022માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. લગભગ એક વર્ષ પછી પણ ફિલ્મનો જાદુ ચાલુ છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મને ઓસ્કાર પ્રમોશન માટે 1 માર્ચના રોજ યુ.એસ.માં વિશ્વની સૌથી મોટી સ્ક્રીનીંગ તરીકે ફરીથી રિલીઝ કરવામાં આવી છે. આ સ્ક્રિનિંગ બમ્પર હાઉસફુલ સાથે ફરી એકવાર ઇતિહાસ રચી રહ્યો છે. 'RRR' માટે 1,600થી વધુ ટિકિટો વેચાઈ હતી અને ઘણા લોકો ભવ્ય સ્ક્રીનિંગ માટે લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતા.

અમેરિકામાં RRRએ મચાવી ફરી ધમાલ

ઓસ્કાર 2023 પહેલા ફરી એકવાર પ્રશંસકો થિયેટરોમાં 'RRR' માટે ઉમટી પડ્યા હતા. ફિલ્મના નિર્માતાઓએ ટ્વિટર પર અમેરિકામાં થિયેટરની કેટલીક ઝલક શેર કરી છે. થોડી જ મિનિટોમાં શો હાઉસફુલ થઈ ગયો અને ચાહકો ફરીથી ફિલ્મ જોવા માટે લાંબી કતારોમાં રાહ જોતા જોવા મળ્યા. નિર્માતાઓએ 12 માર્ચે યોજાનાર 95મા એકેડેમી એવોર્ડ્સ પહેલા આ વિશેષ સ્ક્રીનિંગ તૈયાર કર્યું હતું.

RRRનો ચાહકોમાં ક્રેઝ

તમને જણાવી દઈએ કે, 'RRR'નું ગીત 'નાટૂ નાટૂ' ઓસ્કાર 2023 માટે બેસ્ટ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. અન્ય એક રોમાંચક સમાચાર એ છે કે આ ગીત ગાયક રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ દ્વારા સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરવામાં આવશે. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 12 માર્ચે 95માં એકેડેમી એવોર્ડ્સ યોજાશે. રાજામૌલી, NTR, ચરણ અને 'RRR'ની આખી ટીમ ગ્રાન્ડ નાઈટમાં સામેલ થવા માટે તૈયાર છે.

ભારતમાં 25 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી

'RRR' ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવનની કાલ્પનિક વાર્તા પર આધારિત છે, જેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. આ ફિલ્મ ભારતમાં 25 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારબાદ તે જાપાન અને અમેરિકામાં પણ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગન, શ્રિયા સરન જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.

300 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'RRR'એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 1500 કરોડથી વધુની કમાણી કરી હતી. OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હોવા છતાં દર્શકો હજી પણ 'RRR'ને મોટી સ્ક્રીન પર જોઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget