રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સોમવારે એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝ ટીમના ખેલાડીઓના ફિટનેસ ક્લાસ લેતી નજરે પડી રહી છે. આ વીડિયોમાં કોઈ પણ ખેલાડી જેક્ન સામે ટકતો નથી.
6/9
એક મીનિટના એક વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં એક ફની સાઉન્ડ વાગતું જોવા મળી રહ્યું છે. વચ્ચે-વચ્ચે ખેલાડીઓના નિષ્ફળ પ્રયાસ દરમિયાન ફની અંદાજમાં ફેલ લખેલું ગ્રાફિક્સ જોવા મળે છે.
7/9
વીડિયોમાં ખેલાડીઓના હાવભાવ પણ ફની અંદાજમાં જોવા મળે છે.
8/9
જેકલિનના ફિટ અને ફેલ ચેલેન્જમાં તમામ ખેલાડીઓ ફેલ થાય છે. જેક્લિન જે લચક સાથે યોગાસન અને બાકીની કસરતો કરે છે તેની આગળ તમામ ખેલાડીઓ ઘૂંટણ ટેકવી દે છે.
9/9
નવી દિલ્હીઃ સોમવારે રાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની રોમાંચક મેચમાં 5 રને હાર થવાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ચાલુ વર્ષે પ્લેઓફમાં પ્રવેશવાની આશા પર પાણી ફરી વળ્યું છે.