નવી દિલ્હીઃ પોતાના શાનદાર અભિનયથી લોકોને દીલ જીતનાર અને નેશનલ એવોર્ડ વિજેતા ઇરફાન ખાને થોડા મહિના પહેલા જણાવ્યું હતું કે, કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યો છે. એવામાં તેના અનેક ફેન્સને દિલ ટૂટી ગયા હતા. ઇરફાન પણ આ બીમારીને કારણે શારીરિક અને મેન્ટર ટ્રેસથી પસાર થયો છે. તેના અનેક ફેન્સતો એ વિચારીને દુખી હતા કે હવે ફરી તે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે કે નહીં. ઇરફાન હાલમાં લંડનમાં સારવાર લઈ રહ્યા છે. અહીં તેની ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરની સારવાર ચાલી રહી છે. બીમારીને કારણે તેના હાથમાંથી બે પ્રોજેક્ટ નીકળી ગયા.
2/3
જોકે હવે ઇરફાનના ફેન્સ માટે સારા સમાચાર છે. મીડિયા અહેવાલ અનુસાર ઇરફાનને ‘હિન્દી મીડિયમ’ ફિલ્મની સીક્વલ ‘હિન્દી મીડિયમ 2’માં કામ કરવાની હા પાડી દીધી છે. ઇરફાન ખાનની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એવામાં તે ટૂંકમાં જ સિલ્વર સ્ક્રીન પર ફરીથી જોવા મળશે. તેણે હિન્દી મીડિયમ 2 ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. હિન્દી મીડિયમ ફિલ્મની આ સીક્વલની જાહેરાત ફેબ્રુઆરી 2018માં કરવામાં આવી હી. આ ફિલ્મનું નિર્દેશન હોમી અદજાનિયા કરી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત બાદ ઇરફાન બીમાર થઈ ગયા હતા. તેના કારણે આ પ્રોજેક્ટ ઘણો મોડો પડ્યો છે. પરંતુ હવે ફરીથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે.
3/3
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ફિલ્મના નિર્માતા હાલમાં જ લંડન ગયા હતા અને ત્યાં તેણે ઇરફાન ખાનને મળીને ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે જણાવ્યું. ત્યાર બાદ ઇરફાન ખાને આ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો. આ ફિલ્મને દિનેશ વિજયનની મેડોક ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ ફિલ્મની પ્રથમ સીક્વલના અંત સાથે જ થાય છે. આ ફિલ્મમાં પણ ઇરફાન રાજની ભૂમિકામાં છે.