શોધખોળ કરો
શું પોતાનો બંગલો સેનિટાઈઝ કરવા માટે અભિનેત્રી રેખા નથી આપી રહી BMCને મંજૂરી ?
અભિનેત્રીનો સુરક્ષાકર્મી કોરોના સંક્રમિત થયો છે ત્યારથી તે ચર્ચામાં છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રેખા હાલ ચર્ચામાં છે. જ્યારથી અભિનેત્રીનો સુરક્ષાકર્મી કોરોના સંક્રમિત થયો છે ત્યારથી સમાચાર છે કે અભિનેત્રી પણ કોરોના સંક્રમિત છે. પરંતુ આ સમાચારની અત્યાર સુધીમાં કોઈ પુષ્ટી નથી કરવામાં આવી. એવા સમચાર હતા કે બીએમસીએ રેખાને બંગલાને સીલ કરી દિધો છે. આ સિવાય એવા પણ સમાચાર હતા કે કન્ટેઈનમેન્ટ ઝોનના બોર્ડને રેખાનાં બંગલાની બહાર લગાવવામાં આવ્યું છે. આ તમામ વચ્ચે એ પણ સમાચાર હતા કે રેખાએ કોરોના ટેસ્ટ કરાવવા વિશે કંઈ નથી કહ્યું. આ બધા વચ્ચે હાલમાં જ ખબર પડી છે કે અભિનેત્રી રેખાએ કોરોના ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી છે. અભિનેત્રી રેખાના મેનેજરે બીએમસીને ફોન કર્યો અને કહ્યું, 'આગામી બેથી ત્રણ દિવસમાં, રેખા અને ફરઝાના બંને પોતાના કોવિડ-19 ટેસ્ટ કરાવશે અને તેમના ટેસ્ટ બાદ રિપોર્ટ બીએમસીને મોકલવામાં આવશે.'
રેખા વિશે ઘણા લાંબા સમયથી રિપોર્ટ સામે આવ્યા છે કે બીએમસીના કર્મચારીઓ તેમના સિક્યુરિટી ગાર્ડને કોરોના વાયરસનો ચેપ લાગ્યાં બાદ રેખાના ઘરે પહોંચી રહ્યા છે. ઘરને સેનેટાઈઝ કરવા માટે, તે સતત 7 દિવસથી તેના ઘરનો દરવાજો ખખડાવી રહ્યા છે, પરંતુ કોઈએ ગેટ ખોલ્યો નથી. આ સાથે જ એવા પણ અહેવાલ મળે છે કે ત્યાં સેનિટાઈઝેશનનું કામ પૂર્ણ થયું છે.
રેખા વિશે ઘણા લાંબા સમયથી રિપોર્ટ સામે આવ્યા છે કે બીએમસીના કર્મચારીઓ તેમના સિક્યુરિટી ગાર્ડને કોરોના વાયરસનો ચેપ લાગ્યાં બાદ રેખાના ઘરે પહોંચી રહ્યા છે. ઘરને સેનેટાઈઝ કરવા માટે, તે સતત 7 દિવસથી તેના ઘરનો દરવાજો ખખડાવી રહ્યા છે, પરંતુ કોઈએ ગેટ ખોલ્યો નથી. આ સાથે જ એવા પણ અહેવાલ મળે છે કે ત્યાં સેનિટાઈઝેશનનું કામ પૂર્ણ થયું છે. વધુ વાંચો





















