Salman Khanને ઇદ પર ટક્કર આપશે આ ભોજપુરી અભિનેતા, ખેસારીની હીરોઇન સાથે 'ઇશ્ક' ફરમાવશે આ એક્ટર
પ્રદીપ પાંડે ચિન્ટુ લાંબા સમયથી ફિલ્મનું પ્રમૉશન કરી રહ્યો છે. ફિલ્મના પૉસ્ટરમાં પ્રદીપ પાંડે ચિન્ટુ બ્લડી એક્શન હીરોની જેમ ડેશિંગ એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે.
Ishq V/S Kisi Ka Bhai Kisi Ki Jaan: બહુ જલદી લાંબી રાહ જોયા બાદ હવે મોટા પડદે ફરી એકવાર સલમાન ખાન (Salman Khan) આવી રહ્યો છે, આ ઇદના ખાસ તહેવાર પર સલમાન ખાન તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ( kisi ka bhai kisi ki jaan) લઈને આવી રહ્યો છે. ઈદ પર સલમાન સાથે સ્પર્ધા કરવી દરેક વ્યક્તિની તાકાત નથી, પરંતુ ભોજપુરી સ્ટાર પ્રદીપ પાંડે ચિન્ટુએ (Pradeep Pandey chintu) આ માટે હિંમત બતાવી છે. પ્રદીપ પાંડે ચિન્ટુ પણ ઈદના ખાસ અવસર પર ખેસારી લાલ યાદવની હીરોઈન કાજલ રાઘવાની સાથે પોતાની ફિલ્મ લઈને આવી રહ્યો છે. પ્રદીપ પાંડે ચિન્ટુની આ એક્શન ડ્રામા ફિલ્મનું નામ ઈશ્ક (Ishq) રાખવામાં આવ્યું છે.
ઇદ પર આમને સામને ટકરાશે ચિન્ટુ અને ભાઇજાન
પ્રદીપ પાંડે ચિન્ટુ લાંબા સમયથી ફિલ્મનું પ્રમૉશન કરી રહ્યો છે. ફિલ્મના પૉસ્ટરમાં પ્રદીપ પાંડે ચિન્ટુ બ્લડી એક્શન હીરોની જેમ ડેશિંગ એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. તો વળી, બીજીબાજુ સલમાન ખાનની ફિલ્મ પણ કોઇનાથી કમ નથી. ભાઈજાનના ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં જ્યારે સલમાન ખાનની ફિલ્મ ઈદના તહેવાર પર રીલિઝ થઈ રહી છે, આવા સમયે પ્રદીપ પાંડે ચિન્ટુ માટે સલમાન સાથે સ્પર્ધા કરવી ઘણી મુશ્કેલ બની શકે છે. ભોજપુરી સિનેમા એવોર્ડ્સમાં છેલ્લા 4 વર્ષથી શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતી રહેલા પ્રદીપ પાંડે ચિન્ટુએ મોટા નામોને પાછળ છોડી દીધા છે જેમાં ખેસારી લાલ યાદવ અને પવન સિંહનું નામ પણ સામેલ છે.
સલમાન ખાન અને પ્રદીપ પાંડે ચિન્ટુની આ ફિલ્મો તમે 21 એપ્રિલથી કોઇપણ થિએટર્સમાં જઇને જોઇ શકો છો. પ્રદીપ પાંડે ચિન્ટુની ફિલ્મ ઈશ્કનું નિર્દેશન રાજકુમાર આર પાંડેએ કર્યું છે. ઈશ્કના પૉસ્ટરમાં તમે જોઈ શકો છો કે પ્રદીપ પાંડે ચિન્ટુના માથા અને મોંમાંથી લોહી નીકળી રહ્યું છે, વળી, કાજલ રાઘવાની પણ ડરી ગયેલી જોવા મળી રહી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ જોરદાર હિટ રહ્યું હતું, આ રીતે ફિલ્મ મોટા પડદા પર શું કમાલ કરી શકે છે, તે આવનારા દિવસોમાં ખબર પડશે.
View this post on Instagram
View this post on Instagram