શોધખોળ કરો
Advertisement
બ્રેકઅપના 6 વર્ષ બાદ આ એક્ટ્રેસનું એક્સ-બોયફ્રેન્ડ સાથે કંઈક રંધાઈ રહ્યું છે? અહીં થઈ મુલાકાત
બ્રેક અપ બાદ બંને ન તો ક્યારેય સાથે દેખાયા, ન તો ક્યારેય બંનેમાંથી કોઈએ એક બીજા વિરૂદ્ધ કઈ નિવેદન આપ્યું.
નવી દિલ્હીઃ કોણ કહે છે કે બ્રેકઅપ બાદ લોકો ફ્રેન્ડ બનીને ન રહી શકે. ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન અને બોલિવૂડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડિઝ આ વાતને ખોટી સાબિત કરી રહ્યા છે. હાઉશફુલ -2ના શૂટિંગ દરમિયાન સાજિદ અને જૈકલીન એક બીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2012માં બન્નેએ એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જોકે આ સંબંધ લાંબો સમય સુધી ટકી ન શક્યો અને 2013માં બન્ને અલગ થઈ ગયા.
બ્રેક અપ બાદ બંને ન તો ક્યારેય સાથે દેખાયા, ન તો ક્યારેય બંનેમાંથી કોઈએ એક બીજા વિરૂદ્ધ કઈ નિવેદન આપ્યું. આ છ વર્ષમાં બંનેની એકબીજા સાથે મુલાકાત પણ ન થઈ. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ છે. એટલું જ નહીં સાજિદ ખાન તાજેતરમાં જ શૂટિંગ દરમિયાન જૈકલીનને મળવા માટે પહોંચ્યા હતો.
બ્રેકઅપ બાદ પણ જૈકલીન ફરાહ ખાન અને પતિ શિરીષની સારી ફ્રેન્ડ છે. બંને હાલ ‘મિસિઝ સિરીયલ કિલર’ નામની વેબસિરીઝમાં સાથે કામ કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે સાજિદ અને જૈકલીન વચ્ચે ફરી ચેટિંગ શરૂ થયું છે. એટલું જ નહીં સાજિદ ખાન જૈકલીનની વેબસિરીઝના સેટ પર પણ ગયા હતા. બાદમાં તેમણે જૈકલીનને ઘરે ડ્રોપ કરવા પણ ગયાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement