શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસ ભૂલી ગઈ પ્રાઈઝ ટેગ કાઢવાનું, સોશિયલ મીડિયામાં થઈ ગઈ ટ્રોલ
યૂઝર્સે દુપટ્ટાના પ્રાઇઝ ટેગ પર બહુ કમેન્ટ્સ કરી અને લખ્યું, ભૂલી ગઈ ટેગ કાઢવાનું.
મુંબઈઃ બોલિવૂડ સ્ટારની ફેશનથી તેના ફેન્સ ખૂબ જ પ્રભાવિતથતા હોય છે. એવામાં મોટેભાગે હીરોઈનો આઉટફિટ ઓફ ધ ડે પર તેના ફેન્સની નજર હોય છે. પંરુત આ વખતે જાહ્નવી કપૂરને પોતાના આઉટફિટને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે.
ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ એક વીડિયોમાં જાહ્નવીએ દુપટ્ટાવાળો ડ્રેસ પહેરેલો છે અને તેમાં સ્પષ્ટ દેખાય છે કે, તેના દુપટ્ટા પર પ્રાઇઝ ટેગ લટકે છે. યૂઝર્સે દુપટ્ટાના પ્રાઇઝ ટેગ પર બહુ કમેન્ટ્સ કરી અને લખ્યું, ભૂલી ગઈ ટેગ કાઢવાનું. તો એક યૂઝરે લખ્યું, શું આને કે એની સ્ટાઇલિસ્ટે દુકાનમાંથી ડ્રેસ ચોર્યો. તો વળી એક યૂઝરે તો લખ્યું કે, જો ટેગ કાઢેલું હશે તો મિંત્રા તેને રિટર્ન નહીં લે.
જણાવીએ કે, જાહ્નવીએ પોતાની આગામી ફિલ્મ દોસ્તાના-2ની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યનની સાથે જોવા મળશે. આ ફિલ્મ પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ દોસ્તાનાની સીક્વલ છે. ઉપરાંત જાહ્નવી ટૂંકમાં જ ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લમાં પણ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement