6 વર્ષની ઉંમરે દીકરી જાહન્વીએ શ્રીદેવી સાથે આ કારણે વાત કરવાનું કર્યું હતું બંધ, કહ્યી હતી, ખરાબ માતા
જાન્હવી કપૂર જ્યારે માત્ર 6 વર્ષની હતી ત્યારે તેમણે તેમની માતા શ્રીદેવી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ વાત ખુદ શ્રીદેવીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહી હતી.
જાન્હવી કપૂર જ્યારે માત્ર 6 વર્ષની હતી ત્યારે તેમણે તેમની માતા શ્રીદેવી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ વાત ખુદ શ્રીદેવીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહી હતી. શું હતી જાન્હવી કપૂરે શ્રીદેવીના ખરાબ માતા પણ કહી હતી. શું હતી સમગ્ર ઘટના જાણીએ
જાન્હવી કપૂર અને શ્રીદેવીના કિસ્સા અનેક વખત વાંચવા અને સાંભળા મળે છે. એક મીડિયા ઇન્ટરવ્યુમાં જાન્હવી વિશે વાત કરતા શ્રીદેવીએ એક કિસ્સો શેર કર્યો હતો.શ્રીદેવીએ ખુલાસો કર્યો હતો કે એક ફિલ્મના કારણે તેમની દીકરી જાન્હવીએ તેમને ખરાબ કહી હતી અને થોડા દિવસ બોલવાનું પણ બંધ કરી દીધું હતું.
જાન્હન્વી કપૂરે 2018માં ફિલ્મ "ધડક"થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે ફિલ્મ રૂહી,. અને ગુડલક, જૈરી, દાસ્તના2માં ફિલ્મ પણ કામ કરી ચૂકી છે. જાન્હવી કપૂરનો એક બાળપણનો કિસ્સો શ્રીદેવીએ મીડિયા ઇન્ટરવ્યુમાં શેર કર્યો હતો.
શ્રીદેવીએ કહ્યું કે. "જાન્હવી જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેને સદમા ફિલ્મ કરી હતી. આ ફિલ્મ જાન્હવીએ જોઇ હતી અને ફિલ્મ જોયા બાદ જાન્હવી કપૂરે અચાનક જ શ્રીદેવી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું એટલું જ નહી તેને ખરાબ માતા પણ કહી હતી.
જાન્હવી કપૂરે ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે, ‘આપને કમલા હસન સાથે બહુ ખરાબ કર્યું. આપે આવું ન હતું કરવું જોઇતું’ શ્રીદેવીએ કહ્યું હતું કે, ‘મને 6 વર્ષની જાહન્વીને સમજાવતા ત્રણ દિવસનો સમય લાગ્યો હતો કે, આ એક ફિલ્મ હતી અને તેમાં મારે માનસિક રીતે બીમાર યુવતીનો રોલ પ્લે કરવાનો હતો’
જાન્હવી કપૂર માટે તેની માતા બધું જ હતી. તે દરેક નિર્ણય તેને લઇને જ કરતી હતી. ધડક ફિલ્મમાં ડેબ્યૂ કરવાનો નિર્ણય પણ તેમણે તેમની માતાના માર્ગદર્શન હેઠળ જ લીદો હતો. તે દરેક નિર્ણય માટે માતા શ્રીદેવીની સલાહ લેતી હતી. જો કે દુર્ભાગ્યવશ તેમની દીકરીની પહેલી ફિલ્મ રીલિઝ થઇ તે પહેલા જ તે દુનિના છોડી ગઇ. 24 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું હતું.
War 2 Movie: રિતિક-જુનિયર NTR સાથે જોવા મળશે કિયારા, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ?
Kiara Advani Joined War 2 Cast: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા અભિનેત્રી 'વોર 2'માં જોવા મળવાની છે. કિયારા અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી 'વોર 2'માં હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે.
કિયારા અડવાણી 'વોર 2'માં જોવા મળશે
જાણકારી અનુસાર રિતિક રોશન અને જુનિયર એનટીઆરની એક્શનથી ભરપૂર ફિલ્મ 'વોર 2' આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. આ એપિસોડમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ માટે આદિત્ય ચોપરાએ કિયારા અડવાણીને કાસ્ટ કરી છે.
રિતિક અને જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરશે
'સત્યપ્રેમ કી કથા' 29 જૂને રિલીઝ થશે
કિયારા અડવાણીએ પોતાની 8 વર્ષની ફિલ્મી કરિયરમાં બોલિવૂડને 7 હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળી હતી અને હવે તે તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' માટે લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.