થિયેટરમાં બાહુબલીના ફેન હાથમાં પોસ્ટર લઇને ફિલ્મ જોવા આવ્યા હતા.
2/7
રાજમૌલીએ કહ્યું કે, હજુ સુધી તેમણે હજુ સુધી રાણા ડગ્ગુબાતીની ગિફ્ટસ ખોલી નથી.
3/7
દરેક ગિફ્ટને એક ખાસ આર્ટથી સજાવવામાં આવી છે. હું આ લોકોનો આભારી છું તેમ પણ રાજમૌલીએ ઉમેર્યું હતું.
4/7
રાજમૌલીના કહેવા મુજબ ફેન્સ ગ્વારા આપવામાં આવેલી ગિફ્ટ્સથી તેમના ચહેરા પર હાસ્ય આવી જાય છે.
5/7
રાજમૌલીએ કહ્યું જાપાનમાં અમને અઢળક પ્રેમ મળ્યો. લોકોએ અનેક ગિફ્ટ બોક્સ આપ્યા. હવે અમે એક-એક કરીને ખોલી રહ્યા છીએ. મેકર્સને મળેલી ગિફ્ટ્સમાં ફેન્સ દ્વારા બનાવવામાં આવેલા પેઇન્ટિંગ્સ, પંખા અને અનેક પ્રકારની ચીજો સામેલ છે.
6/7
જાપાની ફેન્સ તરફથી મળેલી ગિફ્ટ્સને ફિલ્મની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી અને પ્રોડ્યૂસર શોબૂ યારલાગડ્ડાએ ખોલી હતી. ડાયરેક્ટર રાજમૌલીએ કહ્યું- અમે જાપાનથી આવ્યાને એક સપ્તાહ થઈ ગયું છે. હું જાપાનનો આભાર વ્યક્ત કરું છું. બાહુબલીના કારણે અનેક દેશોમાં જવાનો મોકો મળ્યો, તેમાં સૌથી ફેવરિટ દેશ જાપાન રહ્યો.
7/7
મુંબઈઃ થોડા દિવસો પહેલા બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને પ્રોડ્યૂસર શોબૂ યાગલાગડ્ડા જાપાનમાં બાહુબલી-2ના સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. આ સેલિબ્રેશન જાપાનમાં બાહુબલી-2 100 દિવસ સુધી થિયેયર્સમાં ચાલી તે માટે કરવામાં આવ્યું હતું. જાપાનમાં બાહુબલીના ફેન્સે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને આવી શ્રેષ્ઠ ફિલ્મ બનાવવા માટે અનેક ગિફ્ટ મોકલી.