શોધખોળ કરો
Advertisement
જયા બચ્ચનના નિવેદન પર કંગનાનો પલટવાર, કહ્યું- જયાજીએ કઈ થાળી આપી છે ?
જયા બચ્ચને સંસદમાં પોતાના ભાષણ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ લોકો જે થાળીમાં ખાય છે તેમાં છેદ કરે છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત ફિલ્મ ઈન્ટ્રસ્ટ્રીમાં ડ્રગ્સ મામલે પોતાના નિવેદનને લઈને ખૂબ ચર્ચામાં છે. એવામાં જયા બચ્ચને સંસદમાં પોતાના ભાષણ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ લોકો જે થાળીમાં ખાય છે તેમાં છેદ કરે છે. હવે કંગનાએ જયા બચ્ચની આ કમેન્ટ પર જબરજસ્ત પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતે જયા બચ્ચનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરી કે, “જયાજી અને તેમની ઈન્ડસ્ટ્રીએ કઈ થાળી આપી છે ? એક થાળી મળતી હતી જેમાં બે મિનિટના રોલ આઈટમ નંબર્સ અને એક રોમેન્ટિક સીન મળતો હતો તે પણ હિરો સાથે ઊંઘ્યા બાદ, મે આ ઈન્ડસ્ટ્રીને ફેમિનિઝમ સીખવાડ્યું, થાળી દેશ ભક્તી નારીપ્રધાન ફિલ્મોથી સજાવાઈ, આ મારી પોતાની થાળી છે જયાજી તમારી નથી. ”
આ પહેલા પણ કંગના રનૌત જયા બચ્ચનની આ કમેન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂકી છે. કંગના રનૌતે ટ્વીટમાં લખ્યું હતું કે, “જયા જી શું તમે ત્યારે પણ એવું કહેતા કે, મારી જગ્યાએ તમારી દિકરી શ્વેતાને કિશોરાવસ્થામાં મારવામા આવી હોય, ડ્રગ્સ આપવામાં આવ્યું હોય અને શોષણ થતું. શું તમે ત્યારે પણ એવું કહેતા કે જો અભિષેક સતત ધમકીઓ અને શોષણની વાત કરતા અને એક દિવસ ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવતા ? થોડી સહાનુભૂતિ અમારી સાથે પણ દેખાડો.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement