શોધખોળ કરો

ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતા જ આ હોટ એકટ્રેસે બનાવ્યો રેકોર્ડ, 5 કલાકની અંદર જ......

સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા તેણે લખ્યું “અને હવે આપણે પણ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બની ગયા છીએ, હાય ઈન્સ્ટાગ્રામ.”

નવી દિલ્હીઃ હોલિવુડ ટીવી સીરિઝ ‘ફ્રેન્ડ્સ’ની સફળતા સાથે જ રાતોરાત લાઈમ લાઈટમાં આવેલી અભિનેત્રી જેનિફર એનિસ્ટન હાલ તેના ઈનસ્ટાગ્રામ ડેબ્યુને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રહેલી અભિનેત્રી જેનિફર એનિસ્ટન ઈનસ્ટાગ્રામમાં ડેબ્યુ સાથે જ પોતાની પહેલી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. ઈનસ્ટાગ્રામમાં પહેલી પોસ્ટ કરવા સાથે જ જેનિફર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહી છે. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા તેણે લખ્યું “અને હવે આપણે પણ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બની ગયા છીએ, હાય ઈન્સ્ટાગ્રામ.” જેનિફરની પ્રથમ ઈનસ્ટાગ્રામ પોસ્ટમાં લિજા કુદ્રો, કોર્ટની કોક્સ, મૈટ લેબ્લાંકે, મૈથ્યુ પેરી અને ડેવિડ સ્કિવ્મર જેવા ‘ફ્રેન્ડ્સ’ સીરિઝના અન્ય કલાકારો પણ જોવા મળે છે. ઈનસ્ટાગ્રામ પર માત્ર એક પોસ્ટ મુકીને જ જેનિફરે પાંચ કલાક અને 16 મિનિટમાં એક મિલિયન(10 લાખ) જેટલા ફોલોઅર મેળવી લીધા હતા અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
View this post on Instagram
 
And now we’re Instagram FRIENDS too. HI INSTAGRAM 👋🏻

A post shared by Jennifer Aniston (@jenniferaniston) on

અગાઉ આ રેકોર્ડ પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન માર્કેલના નામે નોંધાયેલો હતો અને તેમણે પાંચ કલાક 45 મિનિટમાં 10 લાખ ફોલોઅર મેળવ્યા હતા. સૌથી ઓછા સમયમાં ઈનસ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર મેળવનાર જેનિફરનું એકાઉન્ટ પેજ પર ટ્રાફિક વધી જવાના કારણે થોડા સમય માટે ક્રેશ પણ થયું હતું. જેનિફરે અમેરિકન કોમેડી ટીવી શ્રેણી ‘ફ્રેન્ડ્સ’માં રશેલ પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવી. આ સિવાય તેણે ‘બ્રુસ ઓલમાઇટી’, ‘ટ્રેઇલિંગ’, ‘માર્લી એન્ડ મી’, ‘ધ સ્વીટ’ જેવી ઘણી સફળ ફિલ્મો કરી છે. જણાવી દઈએ કે જેનિફર એનિસ્ટન બ્રાડ પિટની પૂર્વ પત્ની છે. જો કે 2005માં બંને અલગ થઈ ગયા. તેણે જેનિફર સાથે લગ્ન કર્યા હતા જ્યારે બ્રાડ પિટ એન્જેલીના જોલી સાથે ડેટ કરી રહ્યો હતો. બ્રાડ પિટ અને જેનિફર એનિસ્ટનનાં લગ્નને 5 વર્ષ થયાં હતાં. જેનિફરે ત્યારબાદ જસ્ટિન થેરોક્સ સાથે લગ્ન કર્યા, પરંતુ બંનેએ 2018માં છૂટાછેડા લીધા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget