શોધખોળ કરો
Advertisement
જેઠાલાલને આવી દયાબેનની યાદ, વાપસીને લઈને કર્યો મોટો ખુલાસો......
'તારક મેહતા...'નાં જેઠાલાલ એટલે કે દિલી જોષી, દયા બેનનાં પતિનું કેરેક્ટર અદા કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ટીવીનો સૌથી ફેમસ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા દિવસોથી ચર્ચાઓમાં છવાયેલો રહે છે. આ શોથી દયાબેન એટલે કે દિશા વાકાણી ગાયબ છે. તેમણે પ્રેગ્નેંસી દરમિયાન રજા લઈ લીધી હતી. જે બાદ તેમની વાપસીનો સીન જ નથી બની રહ્યો. દિશાએ મેકર્સથી વધારે ફીસની ડિમાન્ડ કરી દીધી છે અને મેકર્સ એટલી ફીસ દેવા માટે તૈયાર નથી. એવામાં સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે હવે નવી દયા બેનની શોધ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ચર્ચાઓની વચ્ચે જેઠાલાલનું નિવેદન સામે આવ્યું છે.
'તારક મેહતા...'નાં જેઠાલાલ એટલે કે દિલી જોષી, દયા બેનનાં પતિનું કેરેક્ટર અદા કરી રહ્યાં છે. હાલમાં જ એક અંગ્રેજી અખબારને આપેલાં ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તે ઇચ્છે છે કે દિશા વાકાણી શોમાં પરત ફરે. પણ મેકર્સ કંઇક અલગ વિચારી રહ્યાં છે. રિપોર્ટ્સની માનીયે તો, તેમનો પ્લાન છે કે દયાબેનનાં રોલમાટે તેઓ નવો ચહેરો શોધી રહ્યાં છે અને આ માટે તેમણે 'બડે અચ્છે લગતે હૈ' ફેઇમ વિભૂતિ શર્માનો અપ્રોચ કર્યો છે.
આ ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ જણાવ્યું કે, 'બે વર્ષ પહેલાં દિશા વાકાણીએ જ્યારે ટીમને જણાવ્યું કે તે મેટરનિટી લીવ પર જઇ રહી છે તો આખી ટીમ અને ક્રૂ મેમ્બર્સ ટેનશનમાં આવી ગયા હતાં. તમામ વિચારમાં પડી ગયા હતાં કે વગર દયાબેન તો આ શો કેવી રીતે ચાલશે. કારણ કે જેઠાલાલ અને દાયાનું કેરેક્ટર શોને બાંધી રાખે છે. તેમની જોડી જ શો માટે ખાસ છે. દયાનું કેરેક્ટર લીડ રોલ્સમાંથી એક છે.'
દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, દિશા વકાની, દયાબેનનો રોલને લગભગ 10 વર્ષોથી કરતી આવી છે. જો કે પ્રેગ્નેન્સી બાદ ઘણી વસ્તુઓ બદલાઈ જતી હોય છે, પરંતુ તે એક કલાકાર પણ છે. હું પ્રાર્થના કરું છું કે આપણા બધાની દયાબેન જલ્દી જ શોમાં વાપસી કરે. દિલીપના આ નિવેદનથી સાફ છે કે તે ઈચ્છે છે કે દિશા પાછી આવે, પરંતુ આવતા સમયમાં જ ખબર પડશે કે દિશા વાપસી કરશે કે દયાબેનના રોલમાં કોઈ નવી અભિનેત્રી નજરે પડશે.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement