શોધખોળ કરો
Advertisement
'મુંબઈ સાગા' ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ, ગેંગસ્ટરના રોલમાં જોવા મળ્યો જોન અબ્રાહમ
બોલીવૂડ અભિનેતા જોન અબ્રાહમની આગામી ફિલ્મ 'મુંબઈ સાગા'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા જોન અબ્રાહમની આગામી ફિલ્મ 'મુંબઈ સાગા'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. 'મુંબઈ સાગા' ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુપ્તાએ ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
જોન અબ્રાહમની ફિલ્મ મુંબઈ સાગા 80ના દશકના ગેંગસ્ટર ડ્રામ પર આધારિત છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મમાં ઈમરાન હાશમી, સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, પ્રતિક બબ્બર જેવા કલાકારો છે. ઈમરાન હાશમી ફિલ્મમાં પોલીસના રોલમા છે. સંજય ગુપ્તાએ શૂટઆઉટ એટ વડાલા અને શૂટઆઉટ એટ લોખંડવાલા ડિરેક્ટ કરી હતી. સંજય ગુપ્તાનેએ હાલમાં જ બોલિવૂડમાં 25 વર્ષ પૂરા કર્યા છે અને તેમણે કહ્યું હતું કે મુંબઈ સાગા તેમના માટે મહત્ત્વકાંક્ષી ફિલ્મ છે. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરે છે અને ફિલ્મ 19 જૂને રિલીઝ થશે.One of my favourite moments from MUMBAI SAGA. And of course Mr. Abraham like never before. 😊😊😊 pic.twitter.com/ooKz6wvt1l
— Sanjay Gupta (@_SanjayGupta) January 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement