Jubin Nautiyal B'day Special: કેવી રીતે એ.આર. રહેમાનની આ સલાહએ જુબિનની બદલી દીધી જિંદગી
HBD જુબિન નોટિયાલ : પ્રખ્યાત પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલને કોઈ ઓળખનો આજે મોહતાજ નથી. જુબિન માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. પોતાના અવાજના જાદુથી તેણે ઘણી ફિલ્મોના સંગીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
HBD જુબિન નોટિયાલ : પ્રખ્યાત પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલને કોઈ ઓળખનો આજે મોહતાજ નથી. જુબિન માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. પોતાના અવાજના જાદુથી તેણે ઘણી ફિલ્મોના સંગીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ઝુબિને 'બાવરા મન' અને 'કુછ તો બતા' સહિતની ફિલ્મમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે તેઓ તેમનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તો આજે અમે ઝુબિનના જીવન સાથે જોડાયેલી એક રસપ્રદ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ગાયકે જણાવ્યું કે કેવી રીતે 2008માં સંગીતના ઉસ્તાદ એઆર રહેમાનની સલાહે તેમનું જીવન બદલી નાખ્યું .
આ વર્ષની શરૂઆતમાં ETimes ને આપેલા એક ઈન્ટરવ્યુમાં, ઝુબિને કહ્યું હતું કે તેમને હજુ પણ યાદ છે કે, વર્ષો પહેલા 'ધ મોઝાર્ટ ઓફ મદ્રાસ' એ તેમની કારકિર્દીને કેવી રીતે આકાર આપ્યો હતો. વાતચીતમાં ઝુબિને કહ્યું હતું કે, “મારું સ્કૂલિંગ પૂરું કર્યા પછી હું વર્ષ 2007માં મુંબઈ આવ્યો હતો. હું ત્યારે તાલીમ લઈ રહ્યો હતો અને ઘણા શિક્ષકો પાસેથી માર્ગદર્શન માંગતો હતો. મને હજુ પણ યાદ છે કે 2008માં મને રહેમાન સર સિવાય અન્ય કોઈને મળવાનો મોકો મળ્યો નહોતો. તેમની સાથેની મારી મુલાકાત મારી કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
રહમાન સરે આપી હતી જીવનની સૌથી મહત્વપૂર્ણ સલાહ
ઝુબિને કહ્યું, “તે સમયે હું માત્ર 18 વર્ષનો હતો. રહેમાન સર એક રિયાલિટી શોને જજ તરીકે આવ્યા હતા. આ સમાચાર સાંભળતા જ હું તેને મળવા માટે સેટ પર ગયો હતો. જ્યારે હું તેને મળ્યો ત્યારે તેણે મને મારા જીવનની સૌથી મહત્વની સલાહ આપી. તેણે મને કહ્યું કે 'મુંબઈએ હંમેશા પ્રતિભાને પ્લેટફોર્મ આપ્યું છે. તમારા અવાજમાં મૂળ ગુણવત્તા અને વિશિષ્ટતા છે, પરંતુ તમે હજુ પણ ઘણા નાના છો. ધીરજ રાખો. પરિપક્વ અવાજ મેળવવા માટે બીજા 2-3 વર્ષ રાહ જુઓ." આ જણાવતા ઝુબિન કહે છે, “રહેમાન સરના શબ્દો મારા દિલમાં હજુ પણ તાજા છે”.
ઝુબિને કહ્યં કે, , “કોલેજમાં મારા પ્રથમ વર્ષ પછી, મેં મારા વતન પરત ફરવાનું નક્કી કર્યું અને આગામી ત્રણ વર્ષ સુધી મારું ધ્યાન મેં માત્ર સંગીતને સીખવા પર કેન્દ્રિત કર્યું પછી મેં 21 વર્ષની ઉંમરે દેહરાદૂનમાં એક ચેરિટી કોન્સર્ટ કર્યો. જ્યારે હું મોહમ્મદ રફીનું ગીત ગાતો હતો ત્યારે અચાનક મને મારા અવાજમાં બદલાવ મહેસૂસ થયો. એવું લાગતું હતું કે મારી ટોનલ ક્વોલિટી, પિચ, એક્સપ્રેશન અને ડિક્શન બધું જ યોગ્ય જગ્યાએ હતું. રહેમાન સરની સલાહ ફરી એકવાર મારા મગજમાં આવી. હું ઘરે પાછો આવ્યો અને મારા માતા-પિતાને કહ્યું કે હવે મુંબઈ પાછા જવાનો સમય આવી ગયો છે."