શોધખોળ કરો
અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં કૈલાશ ખેર કરશે પરફોર્મ
અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નમસ્તે ટ્રમ્પ કાર્યકર્મ યોજાશે. આ કાર્યક્રમમાં સિંગર કૈલાશ ખેર પરફોર્મ કરશે.

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે બે દિવસ માટે ભારત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નમસ્તે ટ્રમ્પ કાર્યકર્મ યોજાશે. આ કાર્યક્રમમાં સિંગર કૈલાશ ખેર પરફોર્મ કરશે. આ સમારોહમાં કૈલાશ ખેર પીએમ મોદી અને ટ્રમ્પની હાજરીમાં જય-જય કારા ગીતથી પરફોર્મન્સની શરૂઆત કરશે.
કૈલાશ ખેર અગડ બમ બમ લેહરીથી પોતાનુ પરફોર્મન્સ પૂર્ણ કરશે. ફોક અને સૂફી મ્યુઝિકથી પ્રેરિત સિંગર અને કમ્પોઝર કૈલાશ ખેરે તેમના પરફોર્મન્સને લઈને કહ્યું કે, જો મારું ચાલે તો હું આ ગીતો પર તેમને પણ નચાવું. નમસ્તે ટ્રમ્પ કાર્ય્રક્રમમાં કૈલાશ ખેર સિવાય ગુજરાતી કલાકારો પણ પરફોર્મ કરવાના છે. સૂત્રોની જાણકારી અનુસાર અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. જેમાં ઘણી બોલીવૂડ હસ્તીઓ પણ સામેલ થાય તેવી શક્યતા છે.24 फरवरी को अहमदाबाद के मोटेरा स्टेडियम में होने वाली अपनी परफॉर्मेंस पर कैलाश खेर: 'जय-जय कारा, जय-जय कारा स्वामी देना साथ हमारा' गीत से परफॉर्मेंस की शुरुआत होगी और 'अगड़ बम-बम लहरी' से इसकी समाप्ति होगी। मेरा बस चले तो मैं इसी गाने पर उनको(ट्रंप) भी नचाऊं। pic.twitter.com/M5ucghUhap
— ANI_HindiNews (@AHindinews) February 22, 2020
વધુ વાંચો




















