અજય દેવગનની દીકરી ન્યાસાએ રસ્તાં પર કરી એવી ખરાબ હરકત કે લોકો ગિન્નાયા, વીડિવા વાયરલ થયો ને પછી..........
ખરેખરમાં જ્યારે ન્યાસા એક પાર્ટીમાંથી બહાર નીકળી તો તેને ફેન્સની અવગણના કરી દીધી જે ફેન્સને પસંદ ના આવ્યુ,
મુંબઇઃ કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા (Kajol-Ajay Devgn's daughter Nysa) હંમેશા પોતાના ગ્લેમરસ લૂક માટે ચર્ચામાં રહે છે. જોકે આ વખતે સ્ટાર કિડ ખોટા કારણોથી ચર્ચામાં આવ્યુ છે. ન્યાસાએ તેના ફેન્સ સાથે એકદમ ખરાબ વર્તન કર્યુ અને આનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં જ્યારે ન્યાસા એક પાર્ટીમાંથી બહાર નીકળી તો તેને ફેન્સની અવગણના કરી દીધી જે ફેન્સને પસંદ ના આવ્યુ, અને હવે ન્યાસા દેવગનને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહી છે.
શું કર્યુ ન્યાસાએ ?
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં ન્યાસા દેવગન (Nysa Devgn), ખુશી કપૂર (Khushi Kapoor) અને શનાયા કપૂર (Shanaya Kapoor)ને સ્ટાઇલિશ આઉટફિટમાં વૉક કરતા દેખી શકાય છે. કહેવાની જરૂર થી કે આ વીડિયોમાં તમામ સ્ટાર કિડ્સ એકદમ સુંદર લાગી રહ્યાં છે. જોકે, વાયરલ થયેલા વીડિયોમાં ન્યાસાને પૈપરાજી અને ફેન્સને નજરઅંદાજ કરતા દેખી શકાય છે. તે ખુબ ઘમંડી દેખાઇ રહી છે, જુઓ વીડિયો......
View this post on Instagram
જેવો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો કે તરતજ લોકો ન્યાસાને ઘમંડી કહીને ટ્રૉલ કરવા લાગ્યા હતા. નેટિઝન્સ તેના આવા ખરાબ વ્યવહાર સામે ખફા હતા. એક યૂઝરે લખ્યું - હીરોઇન વાળી કોઇ ક્વૉલિટી નથી... બીજાએ લખ્યું - જ્યારે તુ ફિલ્મોમાં આવીશ તો અમે કોઇ ફિલ્મ નહીં જોઇએ, ત્યારે અમે પણ આવુ કરીશું. કોઇએ વળી, ન્યાસાને તો ઘમંડી જ કહી દીધી. આ રીતે ન્યાસા પોતાના ખરાબ વ્યવહારના કારણે ચર્ચામા આવી ગઇ છે.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો