શોધખોળ કરો
બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત
આદિત્ય પંચોલીએ આરોપોને નકારતાં કહ્યું કે, પીડિતા તેના પર છેલ્લા કેટલાક દિવસોથી દબાણ બનાવવાની કોશિશ કરતી હતી. તેના વકીલ રિઝવાન સિદ્દીકી દ્વારા કેસ પરત લેવા દબાણ કરવામાં આવતું હતું. મેં પણ તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
![બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત Kangana Ranaut filed Complaint of assault and exploitation against Aditya Pancholi બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/15170853/kangna.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ એક્ટર આદિત્ય પંચોલી સામે બોલીવુડની એક જાણીતી એક્ટ્રેસે રેપનો મામલો નોંધાવ્યો છે. એક્ટ્રેસે યૌન શોષણની સાથે-સાથે મારપીટનો પણ આરોપ લગાવ્યો છે. પીડિત એક્ટ્રેસની બહેને પીડિતા તરફથી મુંબઈનો વર્સોવા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ નોંધાવી છે.
આદિત્ય પંચોલીએ આરોપોને નકારતાં કહ્યું કે, પીડિતા તેના પર છેલ્લા કેટલાક દિવસોથી દબાણ બનાવવાની કોશિશ કરતી હતી. તેના વકીલ રિઝવાન સિદ્દીકી દ્વારા કેસ પરત લેવા દબાણ કરવામાં આવતું હતું. મેં પણ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાના વકીલે આ મામલો પરત લેવાની ધમકીઆપી હતી અને નહીં કરા પર રેપનો મામલો નોંધાવવાની ધમકી પણ આપી હતી.
આદિત્ય પંચોલીએ એબીપી ન્યૂઝને જણાવ્યું, 6 જાન્યુઆરીએ મારા વર્સોવા સ્થિત ઘર પર થયેલી મુલાકાત દરમિયાન મેં વકીલ રિઝવાન સિદ્દીકીની પૂરી વાતચીતનું સ્ટિંગ ઓપરેશન કરી લીધું હતું. બાદમાં 18 મિનિટનું રેકોર્ડિંગ વર્સોવા પોલીસ સ્ટેશન, શહેરના ડીસીપી અને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને પણ એક અરજી સાથે આપ્યું હતું.
કંગના રનૌતે કહ્યું હતું કે, અમે પતિ-પત્નીની જેમ રિલેશનશિપમાં હતા. અમે ને યારી રોડ પર એક ઘર ખરીદવાનું પણ વિચારતા હતા. અમે એક મિત્રના ઘરે ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા હતા. હું જે ફોનનો ઉપયોગ કરતી હતી તે પણ તેનો હતો. તે આદમી મારા બાપની ઉંમરનો હતો. તેણે મને માથામાં ઇજા પહોંચાડી હતી. તે સમયે મારી ઉંમર 17 વર્ષ હતી. મારા માથામાંથી લોહી વહેતું હતું. મેં પણ મારું સેન્ડલ ઉતારીને તેના માથા પર મારતા લોગી નીકળ્યું હતું. મેં તેની સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. કંગના અને આદિત્ય પંચોલી વચ્ચેનો આ મામલો આશરે 13 વર્ષ જૂનો છે.
પાકિસ્તાનના ઈમામ ઉલ હકે તોડ્યો ભારતના કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
![બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/15170919/aditya-300x214.jpg)
![બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/15170948/kangna2-295x300.jpg)
![બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/15171013/kangna3-300x180.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)