Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના ચાર આંચકા. સવારના છથી અત્યાર સુધીમાં ભૂકંપના ચાર આંચકા. બપોરે 2 વાગ્યે 32 મિનિટે તાલાલામાં ભૂકંપનો આંચકો. 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. તાલાલાથી 24 કિમી દૂર ભૂકંપનું કેંદ્રબિંદુ. સવારે 10 વાગ્યે 5 મિનિટે આવ્યો હતો ભૂકંપનો આંચકો. સવારે 6 વાગ્યે 14 મિનિટે આવ્યો હતો ભૂકંપનો આંચકો. સવારે 6 વાગ્યે 7 મિનિટે 3.2ની તીવ્રતાનો આંચકો.
વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે ત્યારે ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રૂજી ઊઠી છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા પંથકમાં આજે કુદરતનો કોપ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં એક પછી એક ભૂકંપના (Earthquake) કુલ 4 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
સવારે 6 વાગ્યાથી શરૂ થયેલો સિલસિલો: બપોરે પણ ધરા ધ્રૂજી
તાલાલામાં આજે ભૂકંપના આંચકા (Tremors) નો સિલસિલો સવારથી જ શરૂ થઈ ગયો હતો. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા મુજબ, સૌથી પહેલો અને મુખ્ય આંચકો સવારે 6:07 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા (Magnitude) 3.2 નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 km દૂર હરિપુર ગીરના જંગલમાં હતું. હજુ તો લોકો આ આંચકામાંથી બહાર આવે ત્યાં જ માત્ર 7 મિનિટ બાદ એટલે કે 6:14 વાગ્યે 2.2 ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક (Aftershock) આવ્યો હતો.
ત્યારબાદ સવારે 10:05 વાગ્યે ત્રીજો આંચકો અને બપોરે 2:32 વાગ્યે 2.7 ની તીવ્રતાનો ચોથો આંચકો અનુભવાયો હતો. બપોરે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 24 km દૂર નોંધાયું હતું.

















