શોધખોળ કરો
Advertisement
આતંકી હુમલોઃ શબાના આઝમી-જાવેદ અખ્તર પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- ‘ટુકડે ટુકડે ગેંગ’ના લોકો છે
નવી દિલ્હીઃ પુલવામાં સેનાના જવાનો પર થયેલ અત્યાર સુધીના ભયાનક હુમલાની સમગ્ર દેશ ગુસ્સામાં છે. આ હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા. વિતેલા 24 કલાકમાં બોલિવૂડના સ્ટારે પણ આ મામલે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
કંગનાએ ભારો શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાકિસ્તાને ના માત્ર આપણા દેશની સુરક્ષા પર હુમલો કર્યો છે, પન આ હુમલા દ્વારા તેને આપણને ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે. પાકિસ્તાને આપના આત્મસન્માનને પણ ઘેરો આઘાત પહોંચાડ્યો છે અને આપણું અપમાન કર્યું છે. માટે આપણે હવે એક નિર્ણાયક પગલા ભરવા પડશે. નહીંતર આપણા મૌનને કાયરતા સમજી લેવામાં આવશે. કંગનાએ કહ્યું હતું કે, પુલવામામાં થયેલા હુમલાની જાણ થતા જ ફિલ્મ મણિકર્ણિકાની સક્સેસ પાર્ટી પણ તત્કાળ રદ્દ કરી દેવામાં આવી હતી.
કંગનાને જાવેદ અખ્તર અને શબાના આઝમીના પાકિસ્તાન ના જવાને લઈને કરવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું હતું કે, શબાના આઝમી દ્વારા સાંસ્કૃતિક આદાન પ્રદાન પર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય આશ્ચર્યજનક છે. આ એ જ ‘ટુકડે ટુકડે ગેંગ’ના લોકો છે. ઉરી હુમલા બાદ પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધ લગાવવામાં આવી ચુક્યા છે તો પછી કરાંચીના કાર્યક્રમનું આયોજન કરવાનો શું અર્થ? હવે તેઓ પોતાનો ચહેરો બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement