શોધખોળ કરો
Advertisement
જયલલિતાની બાયોપિકમાં જોવા મળશે આ દબંગ એક્ટ્રેસ, મળશે 24 કરોડ રૂપિયા ફી!
નવી દિલ્હીઃ કંગના રનૌત અને ઝાંસીની રાણી બાદ અભિનેત્રી અને પૂર્વ સીએમ જયલિતાની બાયોપિક સાઈન કરી લીધી છે. આ ફિલ્મને એએલ વિજય ડાયરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મને બે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. થલાઈવી અને જયા નામથી રિલીઝ થવા જઈ રહેલ આ ફિલ્મ માટે કંગનાએ 24 કરોડની ભારે ભરખમ ફી વસૂલી છે. આ ફિલ્મના મેકર્સને સંપૂર્ણ ભરોસો છે કે કંગનાના સ્ટારપાવરના કારણે આ ફિલ્મને સમગ્ર ભારતની ઓડિયન્સ જોશે. આ ફિલ્મના પ્રોડ્યુસર્સે પહેલા જ કંગનાની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યા છે.
જો આ અહેવાલ સાચા પડે તો હવે કંગના ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ બની જશે. જયલલિતાના જીવન પર આધારિત આ ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરી રહ્યા છે. આ ફિલ્મના લેખક ‘બાહુબલી’ જેવી સુપરહિટ ફિલ્મ લખી ચૂકેલા લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદ છે.
કંગનાએ આ ફિલ્મ વિશે કહ્યું કે જયલલિતા આપણા દેશની એક સૌથી સફળ મહિલા હતી. પોતાના સમયમાં જયલલિતા સુપરસ્ટાર હતા અને બાદમાં તેઓ રાજનીતિમાં પણ સફળ થયા. આ ફિલ્મની સાથે જોડાઈને હું ગૌરવપૂર્ણ અનુભવ કરી રહી છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement