શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફરી વિવાદમાં આવી બોલિવૂડની આ એક્ટ્રેસ, ફિલ્મમાં સીન્સને લઈને છે નારાજ
આ સમાચારને લઈને ફિલ્મ ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદીએ જણાવ્યુ કે આ માત્ર એક અફવાહ છે. કંગના તરફથી આવી કોઈ વાત થઈ નથી.
મુંબઈઃ હાલમાં કંગના રનૌત મેંટલ હૈ ક્યા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પોસ્ટરથી ટાઈટલ સુધી આ ફિલ્મ વિવાદોમાં રહી છે. કેટલાક અહેવાલ અનુસાર મણિકર્ણિકાની જેમ જ આ ફિલ્મનું ડાયરેક્શન કંગના કરી રહી છે અને ફિલ્મના કેટલાક સીન ફરીથી શૂટ કરવા માગે છે.
આ સમાચારને લઈને ફિલ્મ ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદીએ જણાવ્યુ કે આ માત્ર એક અફવાહ છે. કંગના તરફથી આવી કોઈ વાત થઈ નથી. કહેવાઇ રહ્યુ છે કે કંગના તેની દરેક ફિલ્મમાં એટલો બધો ચંચુપાત કરે છે કે તેની સાથે કામ કરનારા લોકો ત્રસ્ત થઈ જાય છે. કહેવાય છે કે, ફિલ્મમાં પોતાના રોલના શેપને લઈને કંગના ખુશ નથી અને કેટલાક દૃશ્યોને ફરીથી ભજવવાનું વિચારી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કંગનાએ આ ફિલ્મના કેટલાક ફુટેજ જોયા હતા અને ભડકી હતી. કંગનાનું માનવું છે કે, તેના કો સ્ટાર રાજકુમારને વધારે સીન ફાળવવામાં આવ્યા છે. જેનાથી કંગના નારાજ છે અને સીન ફરીથી ભજવવાની જીદ કરી રહી છે. જોકે મીડિયા સાથે વાતચીત કરતા ડિરેક્ટરે જણાવ્યુ હતુ કે અમે કોઈ પણ પ્રકારના વિવાદ વીના ફિલ્મના શૂટિંગને પુરૂ કરી નાખ્યુ છે. બસ હવે તો ફાઈનલ ટચ અપાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion