શોધખોળ કરો
Advertisement
એક ગીત માટે આ એક્ટ્રેસને શીખવુ પડ્યુ આખુ ભરતનાટ્યમ્, હવે 100 ડાન્સરોની વચ્ચે કરશે શૂટ
જયલલિતાના બાયૉપિકમાં એક રેટ્રૉ સોન્ગ સમાવવામાં આવ્યુ છે. આ ગીતને ફિલ્મ મેકર્સ બહુજ મોટા લેવલે શૂટ કરવા ઇચ્છે છે. આ રેટ્રૉ સોન્ગ માટે કંગના ભરતનાટ્યમની ટ્રેનિંગ પણ લઇ રહી છે
મુંબઇઃ બૉલીવુડ ક્વિન કંગના રનૌત હંમેશા કંઇક નવુ લઇને માર્કેટમાં આવે છે. હવે તેને બધાને ચોંકાવી દે એવુ સોન્ગ તૈયાર કર્યુ છે, આમાં તે 100 બેક ડાન્સરોની વચ્ચે નાચતી દેખાશે. આ એક રેટ્રૉ સોન્ગ છે.
હાલમાં કંગના આઇકૉનિક એક્ટ્રેસ અને પૉલિટિશન રહી ચૂકેલી જયલલિતાની બાયૉપિક માટે તેયારીઓ કરી રહી છે. આ રેટ્રૉ સોન્ગ આ બાયૉપિકનું છે.
રિપોર્ટ પ્રમાણે, જયલલિતાના બાયૉપિકમાં એક રેટ્રૉ સોન્ગ સમાવવામાં આવ્યુ છે. આ ગીતને ફિલ્મ મેકર્સ બહુજ મોટા લેવલે શૂટ કરવા ઇચ્છે છે. આ રેટ્રૉ સોન્ગ માટે કંગના ભરતનાટ્યમની ટ્રેનિંગ પણ લઇ રહી છે. કહેવાઇ રહ્યુ છે કે આ ગીતમાં કંગનાની સાથે 100થી વધુ બેક ડાન્સર્સ હશે. કંગના આ ગીત માટે ડાન્સની પુરજોશમાં તૈયારીઓ પણ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જયલલિતાની બાયૉપિકને હિન્દી ભાષાની સાથે સાથે તામિલમાં પણ બનાવવામાં આવી રહી છે. હિન્દીમાં ફિલ્મનું ટાઇટલ 'જય' રાખવામાં આવ્યુ છે. વળી તામિલમાં આને 'થલાયવી' નામ આપવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ ડાયરેક્શન એએલ વિજય કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement