શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કંગનાની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ને મળી સારી ઓપનિંગ, જાણો પ્રથમ દિવસે કેટલી કરી કમાણી
ફિલ્મના પ્રોડ્યૂસર એકતા કપૂરે પ્રથમ દિવસની કમાણીના આંકડા જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું કે ફિલ્મને પ્રથમ દિવસે 5.40 કરોડની કમાણી કરી લીધી છે.
મુંબઈ: કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને સારા રેટિંગ અને રિવ્યૂ મળ્યા છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર એકતા કપૂરે પ્રથમ દિવસની કમાણીના આંકડા જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું કે ફિલ્મને પ્રથમ દિવસે 5.40 કરોડની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મને બોક્સ ઓફિસ પર આશરે 2000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. પહેલેથી જ આ ફિલ્મને 5 કરોડની ઓપનિંગ મળવાની આશા હતી. જાણકારોનું માનવું છે કે ડજેટલી સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઈ છે તે હિસાબે કમાણી સારી છે. ઉલ્લેખનીય છે કે આ એક સાઈકોલોજિતલ બ્લૈક કૉમેડી ફિલ્મ છે. આને પ્રકાશ કોવેલામુદીએ નિર્દેશિત કરી છે. ફિલ્મ પોતાના નામને લઈને પણ ચર્ચામાં રહી હતી અને વિવાદ થયો હતો. બાદમાં ફિલ્મનું નામ 'મેંટલ હૈ ક્યા' બદલીને 'જજમેંટલ હૈ ક્યા' રાખવામાં આવ્યું છે.Winning hearts!! India's most critically acclaimed thriller #JudgementallHaiKya Collects Rs.5.40 crore on the first day!@KanganaTeam @RajkummarRao@RuchikaaKapoor @ShaaileshRSingh @pkovelamudi @KanikaDhillon @ZeeMusicCompany @Karmamediaent pic.twitter.com/wJx6U7R7MI
— Ekta Kapoor (@ektaravikapoor) July 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ઓટો
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion