શોધખોળ કરો
Advertisement
બોલીવુડની 41 વર્ષની સેલિબ્રિટી યુવતીના રીપોર્ટમાં તેને પુરૂષ દર્શાવી, ઉંમર બતાવી 28 વર્ષ ને પછી......
કનિકા કપૂરનો રીપોર્ટ બીજી વાર કરવો પડ્યો તેનું કારણ ખોટી વિગતો હતી. કનિકાનો પહેલી વાર ટેસ્ટ કરાયો ત્યારે પણ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
મુંબઈઃ દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધી રહ્યા છે અને દેશભરમાં આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ છે. બોલીવુડમાં પણ તમામ કામગીરી ઠપ્પ છે. બોલીવુડ ગાયિકા કનિકા કપૂરનો કોરોનાવાયરસનો રીપોર્ટ બીજી વાર પણ પોઝિટિવ આવતાં બોલીવુડમાં પણ ફફડાટ છે.
કનિકા કપૂરનો રીપોર્ટ બીજી વાર કરવો પડ્યો તેનું કારણ ખોટી વિગતો હતી. કનિકાનો પહેલી વાર ટેસ્ટ કરાયો ત્યારે પણ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આ અંગેના રીપોર્ટમાં કનિકાને સ્ત્રીના બદલે પુરૂષ દર્શાવાઈ હતી જ્યારે તેની ઉંમર 28 વર્ષ દર્શાવાઈ હતી. કનિકાની વય 41 વર્ષ છે ને તેણે આ જ ઉંમર કહી હોવા છતાં રીપોર્ટમાં 28 વર્ષ દર્શાવાઈ હતી.
આમ વિગતોમાં ફરક હોવાના કારણે કનિકાના પરિવારે આ રીપોર્ટ ખોટો હોવાનો દાવો કર્યો હતો. બીજી વ્યક્તિનો રીપોર્ટ કનિકાના રીપોર્ટમાં ખપાવી દેવાયો હોવાનો આક્ષેપ કરીને પરિવારે હોબાળો મચાવતાં કનિકાનો બીજી વાર ટેસ્ટ કરાયો હતો. આ વિવાદ શમાવવા માટે કનિકાનો બીજી વાર રીપોર્ટ કરાવતાં તે પણ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement