શોધખોળ કરો
Advertisement
કપિલ શર્માને આ એક્ટ્રેસે આપી ધમકી! કહ્યું- ‘નફામાંથી 10% ભાગ આપ નહી તો.....’
હાલમાં જ કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધ કપિલ શર્મા શોનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
નવી દિલ્હીઃ કોમેડી કિંગ કપિલ શર્મા આમ તો મજેદાર જોક્સથી બધાને હસાવે છે, પરંતુ આ વખતે એક એક્ટ્રેસે તેની બોલતી બંધ કરી દીધી છે. કપિલ શર્માને આ જાણીતી એક્ટ્રેસે ખુલ્લેઆમ ધમકી આપી છે. જેને લઈને કોમેડિયન ચર્ચામાં છે.
હાલમાં જ કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધ કપિલ શર્મા શોનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કપિલ શર્મા હાઉસફુલ 4ની સ્ટારકાસ્ટ સાથે શો પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તેના આ વીડિયો પર એક્ટ્રેસ કવિતા કૌશિકે તેને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
FIRમાં ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવીને જાણીતા થનાર કવિતા કૌશિકે મજાકિયા અંદાજમાં કપિલ શર્માને ધમકી આપતાં લખ્યું કે, ‘સાંભળ, મારી પાસે તારો જે વીડિયો છે તેના બદલામાં મને દરેક એપિસોડના પ્રોફિટમાંથી 10 ટકા ટ્રાન્સફર કર, કમઓન બેબી ફાસ્ટ’. કપિલ શર્માએ પણ એક્ટ્રેસની કોમેન્ટનો સરસ જવાબ આપ્યો.
તેણે કહ્યું કે, ‘આ વીડિયોમાં હું એકલો નથી, હવે કમઓન બેબી ફાસ્ટ’. કવિતા અને કપિલ વચ્ચે થયેલા મીઠા ઝઘડાની મજા ફેન્સે પણ લીધી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement