કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ ફિલ્મ 'જય ભીમ' અને 'જન ગણ મન' વિશે આપ્યું મહત્વનું નિવેદન
વર્ષ 2021માં રિલીઝ થયેલી સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ જય ભીમ અત્યારે પણ ચર્ચામાં છે. અમેઝોન પ્રાઈમ વીડિયો પર આવેલી આ ફિલ્મે તેની રિલીઝ દરમિયાન પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
Ex Karnataka CM On Jai Bhim: વર્ષ 2021માં રિલીઝ થયેલી સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ જય ભીમ અત્યારે પણ ચર્ચામાં છે. અમેઝોન પ્રાઈમ વીડિયો પર આવેલી આ ફિલ્મે તેની રિલીઝ દરમિયાન પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જેણે પણ આ ફિલ્મ જોઈ હતી તે અંદરથી હચમચી ઉઠ્યા હતા. હવે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ (H D Kumaraswamy) જય ભીમ (Jai Bhim) ફિલ્મના વખાણ કર્યા છે. જય ભીમની સાથે તેમણે મલાયલમ ફિલ્મ જન ગણ મન ( Jana Gana Mana)ની પણ પ્રસંશા કરી છે. કુમારસ્વામીએ તેમના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ બંને ફિલ્મોની પ્રસંશા કરી હતી.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ શું કહ્યું?
એચ. ડી. કુમારસ્વામીએ ટ્વીટ કરતાં લખ્યું કે, ગયા અઠવાડિયે હું કોરોના પોઝિટીવ થયો ત્યાર બાદ સારવાર દરમિયાન હું પુસ્તક વાંચવામાં અને ફિલ્મ જોવામાં સમય વિતાવી રહ્યો છું. મેં બે ફિલ્મો જોઈ છે જય ભીમ અને જન ગણ મન. બંને ફિલ્મોનો પ્લોટ અને વાર્તાએ મારું દિલ સ્પર્શી લીધું છે.
આગળ તેમણે લખ્યું કે, અન્ડરટ્રાયલ રહેલા કેદીઓ પર માનનીય સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ રમન્નાની ટિપ્પણી અને જય ભીમ ફિલ્મમાં દર્શાવામાં આવેલ અંડરટ્રાયલ આરોપીને સામનો કરવી પડતી કઠોર વાસ્તવિકતાના કડવા સત્ય વિશે ભારતે વિચારવું જોઈએ. હું પણ વિચારીશ અને પ્રયાસ કરીશ.
India should think about bitter truth spoken by Honourable Supreme Court Chief Justice Ramana’s comments on undertrial prisoners & portrayal of similar issue in Jai Bhim showing harsh realities faced by undertrials. I will also think & make an attempt.2/10
— H D Kumaraswamy (@hd_kumaraswamy) July 18, 2022
આ પણ વાંચોઃ
GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા