શોધખોળ કરો
Advertisement
કાર્તિક, ભૂમિ અને અનન્યાની ફિલ્મ Pati Patni Aur Wohનું શાનદાર ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
કાર્તિક આર્યન,ભૂમિ પેંડનેકર અને અનન્યા પાંડે ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'નું ટ્રેલર રિલીઝ થયું છે.
મુંબઈ: કાર્તિક આર્યન,ભૂમિ પેંડનેકર અને અનન્યા પાંડે ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'નું ટ્રેલર રિલીઝ થયું છે.આ ફિલ્મ કાર્તિક આર્યન અને તેના અફેર પર ફિલ્મ આધારીત છે. જેમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીના રોલમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં દ્વિઅર્થી ડાયલોગની ભરમાર છે અને કોમેડીનો તડકો ટ્રેલરમાં જોવા મળે છે.
ફિલ્મની કહાની એક એન્જિનિયરની છે જે પપ્પાની મરજીથી જલ્દી લગ્ન કરી લે છે અને પછી તેની લાઈફમાં "વો" ની એટલે કે અનન્યાની એન્ટ્રી થાય છે. જો કે આ પહેલા પણ આ પ્રકારની સ્ટોરી રૂપેરી પડદે અનેક વાર જોવા મળી છે. પણ કોમેડીના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં સારી ચાલશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યન અને અનન્યા પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ચર્ચાઓનું માનીએ તો સારા સાથે બ્રેકઅપ પછી કાર્તિક અનન્યા સાથે વધુ નજરે પડી રહ્યા છે. અને ચર્ચા તો એવી પણ છે કે અનન્યા અને કાર્તિક વચ્ચે અફેર પણ ચાલી રહ્યું છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion