શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું KBCમાં જીતનારને મળે છે નકલી ચેક અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ હોય છે ફેક? જાણો શું છે સત્ય.....
શોમાં તમે જોતાં હશો તો ખ્યાલ આવશે કે રકમ રકમ જીતવા પર અમિતાભ બચ્ચન સ્પર્ધકને ચેક સાઈન કરીને આપે છે.
નવી દિલ્હીઃ ટેલીવિઝનના પોપ્યુલર શો કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનને ત્રીજા કરોડપતિ મળી ગયા છે. બિહારના રહેવાસી ગૌતમ કુમાર ઝા કેબીસીના કરોપડતિ બની ગયા છે. હવે તે 7 કરોડના સવાલ પર પહોંચ્યા છે. આ પહેલા બિહારની જ સ નોજ રાજ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં મિડ મીલ વર્કર બબીતા તાડે એક કરોડ જીતી ચૂક્યા છે.
શોમાં તમે જોતાં હશો તો ખ્યાલ આવશે કે રકમ રકમ જીતવા પર અમિતાભ બચ્ચન સ્પર્ધકને ચેક સાઈન કરીને આપે છે. પરંતુ આ ચેક અસલી નહીં પણ નકલી હોય છે. વાત એમ છે કે, બાદમાં સ્પર્ધક પાસેથી આ ચેક પરત લઈ લેવામાં આવે છે. પ્રોડક્શન ટીમ ચેક પાછો લઈને એને ફાડી નાખે છે. તમે એ પણ જોયું હશે કે બીગ બી સ્પર્ધકને પોતાના ફોનમાંથી જીતેલી રકમ ટ્રાન્સફર કરે છે. ખરેખર એ પણ નકલી જ હોય છે.
કારણ કે આ બધું જે-તે બેંકના પ્રમોશન માટે કરવામાં આવતું હોય છે. સ્પર્ધકનાં ખાતામાં ક્યારેય સંપૂર્ણ જીતેલી રકમ જમાં કરાવવામાં નથી આવતી. જેટલી રકમ જીતી હોય તેમાંથી 40 ટકા રકમ ટેક્સ તરીકે કાપી લેવામાં આવે છે અને બાદમાં જે રકમ વધે તે સ્પર્ધકનાં ખાતામાં જમા કરવામાં આવે છે.
ઉપરાંત શોમાં જ્યારે બીગ બી સેટ પર પહોંચે ત્યારે પહેલા તેને એક કેબિનમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેને સ્પર્ધક વિશે બધી માહિતી આપવામાં આવે છે. શોમાં હોટ સીટ સુધી પહોંચેલા સ્પર્ધકને પણ રોકી લેવામાં આવે છે. એ લોકોને ત્યા સુધી જવા દેવામાં નથી આવતા જ્યાં સુધી શો પુરો ન થઈ જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion