શોધખોળ કરો

KK Last Song : અવસાનના 6 દિવસ બાદ કેકેનું છેલ્લું ગીત ‘ધૂપ પાની બેહને દે’ રિલીઝ થયું, સાંભળીને આપ પણ ભાવુક થઇ જશો

KK Passes Away : બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કેકે હવે આ દુનિયામાં નથી.

KK Last Song : બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કેકે હવે આ દુનિયામાં નથી. કેકેનું 31 મેના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું. તેમના મૃત્યુના 6 દિવસ પછી પણ કેકેના દરેક ચાહક તેમને યાદ કરી રહ્યા છે અને ભાવુક છે.  આ દરમિયાન આજે કેકેનું છેલ્લું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. તેમના મૃત્યુ પહેલા, કેકેએ તેમનું છેલ્લું ગીત શ્રીજીત મુખર્જીની ફિલ્મ 'શેરદિલ' માટે ગાયું હતું જે આજે ચાહકો વચ્ચે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીત ગુલઝાર સાહબે લખ્યું છે અને પંકજ ત્રિપાઠી, નીરજ કબી અને સયાની ગુપ્તા પર ચિત્રિત કરવામાં આવ્યું છે. 12 એપ્રિલના રોજ કેકેએ તેના ઈન્સ્ટાગ્રામ પર રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ગુલઝાર સાહબ અને શ્રીજીત મુખર્જી સાથે જોવા મળી હતી. શ્રીજીત મુખર્જીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેકેનું આ ગીત લોકોના દિલને સ્પર્શી જશે. હવે ચાહકો પણ આ ગીત સાંભળીને કેકેને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. જુઓ આ ગીત -  

કેકેનું 31 મેના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું. તે સમયે કેકે કોન્સર્ટ કરવા કોલકાતા ગયા હતા. તે જ દિવસે સિંગરે નઝરુલ મંચ પર ગુરુદાસ કોલેજ માટે પરફોર્મ કર્યું. પરફોર્મન્સ કરતી વખતે કેકેની તબિયત બગડવા લાગી, પરંતુ તેણે પ્રદર્શન ચાલુ રાખ્યું. આ દરમિયાન તેણે ઘણી વખત ગરમીની ફરિયાદ પણ કરી હતી. 

કોન્સર્ટ પછી જ્યારે કેકે તેની હોટલ પહોંચ્યા તો તેમની તબિયત બગડવા લાગી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃત્યુ અંગે વિવિધ થિયરીઓ બહાર આવી રહી હતી, પરંતુ પછી જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો ત્યારે સ્પષ્ટ થયું કે કેકેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. કેકેના અંતિમ સંસ્કાર મુંબઈના વર્સોવા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

Embed widget