મુંબઈઃ સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં 10 વર્ષ પૂરા થવાના છે. શો શરૂ થયો ત્યારે જેટલો લોકપ્રિય હતો તેટલો જ આજે પણ છે. ભારતના સૌથી લાંબા ચાલનારા હિન્દી ફિક્શન શોમાં સ્થાન પામી ચૂકેલા આ શોએ 10 વર્ષ પૂરી થવા પર જશ્ન મનાવવાની તૈયારી કરી હતી. પરંતુ હવે સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે.
2/3
સીરિયલમાં ડો. હાથીનો રોલ કરતા કવિ કુમાર આઝાદના થોડા દિવસો પહેલા થયેલા નિધનના કારણે તેની યાદમાં ટીમે જશ્ન નહીં બનાવવાનો નિર્ણય કર્યો છે. કવિ કુમાર આઝાદનું તાજેતરમાં જ હાર્ટ અટેકથી નિધન થયું છે.
3/3
વધારે પડતાં વજનના કારણે કવિ કુમાર ઘણી વાર બીમાર પડી જતાં હતા. બીમારી હોવા છતાં તેઓ સેટ પર આવીને કામ કરતાં હતા.